Public fined rs 1000 News

MLA-અધિકારીને માસ્ક ન પહેર્યું હોય તો 500 દંડ, જનતાને 1000 દંડ ફટકારી 114 કરોડ દંડ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધારેને વધારે બેકાબુ થતું જઇ રહ્યું છે. જો કે જેમાં મોટે ભાગે રાજકારણીઓ દ્વારા બેશરમીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકારની બેશરમીની કોઇ જ હદ નથી. મોટે ભાગે તો માસ્ક નહી પહેરનારા મંત્રીઓ નેતાઓ, ધારાસભ્યો અને અધિકારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી થતી જ નથી. પરંતુ ક્યાંય શરમે ધરમે જો દંડ કરવો પડે તો પણ દંડ અડધો અડધ રાખવામાં આવ્યો છે. એટલે કે જો જનતા માસ્ક ન પહેરે તો તેમના માટે દંડ 1000 રૂપિયા છે પરંતુ જો તે જ માસ્ક કોઇ અધિકારી, ધારાસભ્ય કે અન્ય રાજકારણી ન પહેરે તો તેના માટેનો દંડ માત્ર 500 રૂપિયા છે. 
Mar 18,2021, 17:41 PM IST

Trending news