rajju shroff

VAPI માં GIDC સ્થાપીને દક્ષિણમાં ઔદ્યોગિક ક્રાંતિ સર્જનાર રજ્જુ શ્રોફે વાપીની મુલાકાત લીધી

એશિયાની સૌથી મોટી વાપી ઔદ્યોગિક વસાહતમાં વાપી જીઆઇડીસીનો પાયો નાખનાર અને વાપીના અગ્રણી ઉદ્યોગપતિ રજ્જુ શ્રોફને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ પ્રથમ વખત રજ્જુ શ્રોફ પ્રથમ વખત વાપી આવ્યા હતા. વાપી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા પદ્મભૂષણ રજ્જુ શ્રોફનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નવનિયુક્ત નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. વાપીના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાઆ બંને  મહાનુભાવોના સન્માન સમારંભમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના હોદ્દેદારો અને વાપીના દિગ્ગજ ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 

Dec 4, 2021, 05:14 PM IST

રામ મંદિર માટે આ ગુજરાતી ઉદ્યોગપતિએ કર્યું 5 કરોડનું દાન

રામ મંદિર નિર્માણ નિધિમાં દેશભરમાં ખોબલે ભરીને દાન આવી રહ્યું છે. રામ મંદિર માટે લોકો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. આવામાં ગુજરાતીઓ પણ મોખરે છે. વાપી જીઆઈડીસીના અગ્રણી અને પાયાના ઉદ્યોગપતિ એવા રજ્જુ શ્રોફે રામ મંદિર માટે 5 કરોડનું દાન કર્યું છે. 

Feb 17, 2021, 01:59 PM IST