હરિપ્રસાદ સ્વામીના નિધન પર PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ, તેમને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા

Updated By: Jul 29, 2021, 12:51 PM IST
હરિપ્રસાદ સ્વામીના નિધન પર PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ, તેમને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા
  • પીએમ મોદીએ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યક્ત કરી
  • મંદિર બહાર હરિભક્તોની દર્શન માટે 2 કિમી લાંબી લાઇન જોવા મળી રહી છે

રવિ અગ્રવાલ/વડોદરા :સોખડા-હરિધામ મંદિર ખાતે સ્વામી હરિપ્રસાદ (Hari Prasad Swami) ના નશ્વર દેહના અંતિમ દર્શન કરવા ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી એક લાખથી વધુ હરિભક્તો દર્શન કરી ચૂક્યા છે. મંદિર બહાર ભક્તોની 2 કિમી લાંબી લાઇન જોવા મળી રહી છે. તો સોખડા મંદિરની આસપાસના ખેતરોમાં 2 હજારથી વધુ વાહનો પાર્ક થયા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ સોખડા મંદિરને શોક સંદેશ પાઠવ્યો છે.

આ પણ વાંચો : સસરાએ પુત્રવધુને કહ્યું, બળાત્કાર શું છે હું તને બતાવીશ... તો પતિ વીડિયો કોલમાં અર્ધનગ્ન થયો

પીએમ મોદી (Narendra Modi) એ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોક સંદેશમાં સ્વામીજીને સેવા, ભક્તિ અને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા છે. સાથે જ કહ્યું કે, ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ વિદેશના લાખો અનુયાયીઓના જીવનમા પરિવર્તન લાવવા સેતુ રૂપ બન્યા છે. વિચાર દર્શનનુ પ્રતિક એવુ સોખડા હરિધામ (sokhda temple) પ્રેરણા તીર્થધામ બન્યું છે. સ્વામીજીના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળ્યો છે. તો પ્રધાનમંત્રીએ હરિપ્રસાદ સ્વામી મહારાજની આત્માને શાન્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

આ પણ વાંચો : FSL એ  સ્વીટી પટેલ વિશે એવો પ્રશ્ન પૂછ્યો કે હત્યારા અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો 

No description available.

 

તો બીજી તરફ, સોખડા મંદિરમાં અનેક સાધુ સંતો હરી પ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિના સંગઠન મંત્રી વેદાંત આચાર્ય ઋષિ ભારતીએ આજે હરીપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યાં. ઋષિ ભારતી જૂનાગઢ અને સરખેજ આશ્રમના ગાદીપતિ છે. તેમણે અંતિમ દર્શન કરીને કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ધર્મ પ્રચાર માટે, યુવાનોના ઉત્થાન માટે હરી પ્રસાદ સ્વામીએ કામ કર્યું છે. આત્મીય શબ્દ દ્વારા હરી ભક્તો સુધી પહોંચ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાય સિવાય અન્ય સંપ્રદાય માટે પણ તેમણે ખૂબ કામ કર્યું છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : ગુપ્ત ઘનની લાલચમાં ખોદીને વેરવિખેર કરી નાંખ્યુ આખું શિવ મંદિર