Students studying News

રાજ્યની મેડિકલ કૉલેજોનાથર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ મોકૂફ
 મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રના અધિકારીઓ, મેડિકલ કૉલેજોના ડીન સાથે ઓનલાઇન પરામર્શ કર્યા બાદ નિર્ણય લીધો હતો. વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ સિનિયર સ્ટુડન્ટ્સને મ્યુનિસિપલ કમિશનર-જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક હાજર થવા આદેશ આપ્યો છે. એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, આયુષના સિનિયર સ્ટુડન્ટ્સને કોવિડ ડ્યુટીમાં જોડવામાં આવશે. જેમની થિયરીની પરીક્ષા હાલ ચાલી રહી છે, તે થિયરીની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
Mar 18,2021, 22:50 PM IST

Trending news