Surat Flood Relief Package:સુરતમાં સર્જાયેલી પૂર હોનારતને પગલે રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. આ આપત્તિનો ભોગ બનેલા સુરતીઓ માટે સરકારે એક મોટી રાહત જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને પૂર પીડિતો માટે ખાસ સહાય પેકેજની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સરકાર મુશ્કેલીની આ ઘડીમાં સુરતના નાગરિકોની સાથે છે અને નુકસાનીનો સર્વે કરાવીને તમામ પ્રભાવિત લોકોને વહેલી તકે યોગ્ય આર્થિક સહાય પહોંચાડવામાં આવશે, જેથી તેઓ ફરી બેઠા થઈ શકે.
Surat Flood Latest News: સુરત શહેરમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેકટરનો મોટો નિર્ણય. પૂર રાહત સહાય માટે તાત્કાલિક સર્વેની કામગીરી તેજ બની: વધુ ૬૫ ટીમો મેદાનમાં ઉતારાઈ. રાજ્ય વેરા વિભાગના ૧૩ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ૬૫ નવી ટીમોની રચના. કુલ ૩૩૮ અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી સર્વેની જવાબદારી સોંપાઈ.
Surat News: સુરત પૂરના નુકસાન સામે વરાછા બેંકની મોટી રાહત. માત્ર 9% વ્યાજે રૂ. 5 લાખ સુધીની 'ફ્લડ લોન' યોજના જાહેર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજનાનું લોકાર્પણ. પૂર અને પાણી ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા યોજના પણ શરૂ. ભારે વરસાદ અને ખાડીપૂરના લીધે ઔદ્યોગિક, રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉદ્યોગો, વેપારી, રોજગારને મોટું નુકસાન પહોંચ્યું. વાચકો અને અસરગ્રસ્તો આ યોજનાનો ઝડપી લાભ લઈ શકે તે માટે બેંકે આકર્ષક શરતો જાહેર કરી.
Surat News:સુરતમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે વહીવટીતંત્ર હવે સંપૂર્ણપણે 'એક્શન મોડ'માં આવી ગયું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC), કલેક્ટર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં ખાડી પરના તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. SMCના સર્વેમાં એ સ્પષ્ટ થયું છે કે ખાડી પર થયેલા મોટા પાયે દબાણોને કારણે તેનો કુદરતી પ્રવાહ અવરોધાય છે, જેના પરિણામે દર વર્ષે ભારે વરસાદ સમયે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે આવતા સોમવારથી જ યુદ્ધના ધોરણે ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં શહેરીજનોને પૂરના જોખમમાંથી મુક્તિ મળી શકે.
Gujarat Weather Update: દેશના ઘણા રાજ્યોમાં ચોમાસુ આવી ગયું છે. જ્યારે રાજધાની દિલ્હીના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વરસાદના અભાવે ગરમી પડી રહી છે. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. વરસાદે સર્વત્ર વિનાશ મચાવ્યો છે.
Surat Police : સુરતમાં પૂર જેવાં દ્રશ્યો સર્જાયાં છે. 13 ઈંચ વરસાદમં સ્માર્ટ સિટી ડૂબ્યું છે. ત્યારે સુરત પોલીસના જાંબાજ જવાનો લોકોની મદદે કમરડૂબ પાણીમાં ઉતરી પડ્યા છે.
Surat Floods : સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ... બારડોલીમાં સવારે ખાબક્યો 5 ઈંચ.. તો વ્યારા અને વાપીમાં પણ 4 ઈંચ વરસાદથી ફરી વળ્યા પાણી... ઉમરપાડામાં 4 ગામોના રસ્તા બંધ..
Surat Deputy Mayor : સુરતમાં નાગરિકોની બરબાદી વચ્ચે નેતાઓનું ફોટોસેશન... પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડેપ્યુટી મેયરનું નાટક... નિરીક્ષણ કરવા પહોંચેલા ડે.મેયરને ઓફિસરે ઉઠાવવા પડ્યા
સુરત :આમ તો સુરત અને આફત શબ્દ એકબીજાના પર્યાય છે. એવી કોઈ આફત અને વિનાશ બાકી નહિ હોય જે સુરતે જોયુ નહિ હોય. પરંતુ 16 વર્ષ પહેલા સુરતમાં એવુ આફત આવ્યુ હતું કે સુરતમાં તબાહી જોવા મળી હતી. સુરતમાં આકાશમાંથી એવો વરસાદ પડ્યો હતો, કે આખા સુરતમાં તબાહી ફેલાઈ હતી. આજનો 8 ઓગસ્ટનો એ દિવસ સુરતીઓ ક્યારેય નહિ ભૂલે, જ્યારે સુરત પાણીમાં ગરકાવ થઈ ગયુ હતું. આજે એ ગોઝારા દિવસને યાદ કરીને જુઓ સુરતના પૂરે મચાવેલી તબાહીના દ્રશ્યો.
ગુજરાતમાં પહેલા ગુલાબ અને બાદમાં શાહીન વાવાઝોડા (cyclone shaheen) ની અસરથી ભારે વરસાદ વરસી ગયો છે. ત્યારે આજના લેટેસ્ટ આંકડા પર નજર કરીએ...
આજે બપોરથી 12 વાગ્યાથી પાણી છોડવાની શરૂઆત કરાશે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેથી કરીને નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
આખા ગામમાં નજર કરો ત્યાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા દેખાઈ રહ્યાં છે. ગઈકાલે સુરતના પર્વતગામ અને ઘોદ્રામાંથી 800થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું