tosilizumab injection

ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડમાં 5 આરોપીઓની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી, ચોકાવનારા ખુલાસા

કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં નકલી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે વપરાતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન નકલી વેચવાના કૌભાંડમાં ક્રાઇમબ્રાન્ચે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોરોનાની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન જે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વપરાય છે તેવા નકલી ઇન્જેક્શન બજારમાં વેંચતા હોવાનો કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

Jul 30, 2020, 10:26 PM IST

ટોસિલીઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારી અંગે વડોદરાના ડો. શીતલ મીસ્ત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

કોરોના દર્દીઓને આપવામાં આવતા ટોસિલીઝુમેબ ઇન્જેક્શનને લઇ સુરતમાં કાળા બજારી થતી હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે આ મામલે વડોદરા શહેરની ગૌત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી શીતલ મીસ્ત્રીએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન નોડલ અધિકારી શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Jul 10, 2020, 05:34 PM IST