two indian high commission officals

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના 2 અધિકારી આજ સવારથી ગુમ

પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના બે અધિકારીઓ આજે સવારથી ગુમ છે. બંને ભારતીય અધિકારીઓ સવારે હાઈ કમિશનમાં કામ કરવા માટે નીકળ્યા હતાં. ભારતે પાકિસ્તાન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે પાકિસ્તાનની ઓથોરિટીને સંપર્ક કર્યો છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર ગૌરવ આહલુવાલિયાને ઈસ્લામાબાદમાં પરેશાન કરવામાં આવ્યાં હતાં. 

Jun 15, 2020, 11:31 AM IST