MVA ગઠબંધનમાં બની સહમતિ, જાણો કોણ કેટલી બેઠકો પરથી લડશે ચૂંટણી
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે સીટ શેરિંગને લઈને સમજૂતિ થઈ ગઈ છે છેલ્લે જે માહિતી સામી આવી છે તે મુજબ શિવસેના નેતા સંજય રાઉતે બુધવારે કહ્યું કે મહાવિકાસ આઘાડી વચ્ચે સીટોની ફાળવણી પર સહમતી બની ગઈ છે. તેમના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર વિધાનસભા માટે એમવીએના સહયોગી પક્ષો 85-85 બેઠકો પર ચૂંટણી લડશે.
Trending Photos
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે સીટ શેરિંગને લઈને સમજૂતિ થઈ ગઈ છે છેલ્લે જે માહિતી સામી આવી છે તે મુજબ શિવસેના નેતા સંજય રાઉતે બુધવારે કહ્યું કે મહાવિકાસ આઘાડી વચ્ચે સીટોની ફાળવણી પર સહમતી બની ગઈ છે. તેમના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર વિધાનસભા માટે એમવીએના સહયોગી પક્ષો 85-85 બેઠકો પર ચૂંટણી લડશે. જો કે પહેલા એવા સમાચાર વહેતા થયા હતા કે કોંગ્રેસ 105 બેઠકો પરથી પોતાના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતારશે. જ્યારે ઉદ્ધવ સેનાને 96થી 100 સુધીની સીટો મળી શકે છે. એનસીપી-શરદ પવારને 85ની આસપાસ બેઠક મળી શકે છે.
ફાઈનલ થઈ સમજૂતિ
જો કે છેલ્લે જે માહિતી સામી આવી છે તે મુજબ શિવસેના નેતા સંજય રાઉતે બુધવારે કહ્યું કે મહાવિકાસ આઘાડી વચ્ચે સીટોની ફાળવણી પર સહમતી બની ગઈ છે. તેમના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર વિધાનસભા માટે એમવીએના સહયોગી પક્ષો 85-85 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 270 સીટો પર સહમતી બની ગઈ છે. MVA ગઠબંધનમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના (યુબીટી) અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી (એસપી) સામેલ છે.
ગઠબંધનના નેતાઓએ જણાવ્યું કે અખિલેશ યાદવના નેતૃત્વવાળી સમાજવાદી પાર્ટીને પણ કઈંક સીટ અપાશે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોળેએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર જૂથ) અને શિવસેના (યુબીટી) 85-85 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની 18 સીટો માટે અમે અમે સમાજવાદી પાર્ટી સહિત અમારા ગઠબંધન પક્ષો સાથે વાત કરીશું અને કાલ સુધીમાં મંજૂરી મળી જશે.
સીટો માટે હતી મગજમારી!
ઉદ્ધવ સેનાની સતત માંગણી હતી કે તે 125 બેઠકો પર ઉમેદવારોને ચૂંટણી લડાવશે. તો પછી અચાનક આખરે એવું તે શું થયું કે ઉદ્ધવ સેનાએ સીટો જતી કરવી પડી. લોકસભામાં તેના કરતા ઉલ્ટી સ્થિતિ હતી. જ્યારે ઉદ્ધવ સેનાએ 21 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 9 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 17 બેઠકો પર ચૂંટણી લડીને 13 બેઠકો જીતી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે અને ઉદ્ધવ સેનાના સંજય રાઉત વચ્ચે લાંબી વાતચીત પણ ચાલી. એટલે સુધી કે સંજય રાઉતે કહ્યું કે નાના પટોળે જે બેઠકમાં હાજર હશે ત્યાં જવા નહીં ઈચ્છે. પછી શરદ પવારે હસ્તક્ષેપ કર્યો અને ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી એવું કહેવાય છે. એવું મનાય છે કે તેમની લગભગ બે કલાકની વાતચીતે જ સ્થિતિને સંભાળી. પછી કોંગ્રેસની એવી દલીલ હતી કે વિદર્ભમાં તેમનો સારો એવો જનાધાર છે પરંતુ ઉદ્ધવ સેનાની ત્યાં સ્થિતિ નબળી છે. આવામાં ત્યાંની સીટો પરથી તેમનું ચૂંટણી લડવું નુકસાન કરાવશે. તેઓ ભાજપ સામે સીધા મુકાબલામાં જીતી શકશે નહીં. આથી કોંગ્રેસને ત્યાં તક મળવી જોઈએ. કોંગ્રેસે આ માટે લોકસભા ચૂંટણીનો સ્ટ્રાઈક રેટ પણ રજૂ કર્યો. અંતે ઉદ્ધવ સેનાએ માનવું પડ્યું કે કોંગ્રેસ જ વધુ બેઠકો પર ચૂંટણી લડે.
કોંગ્રેસનું માનવું હતું કે અમરાવતી, નાગપુર, રામટેક અને પુણે જેવા વિસ્તારોમાં ઉદ્ધવ સેનાની ઉપસ્થિતિ નબળી છે. આથી અહીંની સીટો પર તેમને વધુ તક મળવી જોઈએ. જેથી જીતની શક્યતા વધશે. જ્યારે ઉદ્ધવ સેનાએ અંતમાં બરાબરીનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે