Union home News

ફિલ્મ બનાવાય તેવી રોચક છે અમિત શાહની ‘રાજકીય કુંડળી’
કેન્દ્રમાં મોદી સરકાર 2ની રચના બાદ સૌથી મહત્વની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સિરે આવી છે. ગઈકાલે મોદી સરકારના મંત્રી મંડળના ખાતાની ફાળવણી જાહેર થઈ, જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી બન્યા છે. દેશના ગૃહમંત્રી તરીકે આંતરીક અને બાહ્ય સુરક્ષાની જવાબદારી તેમને નિભાવવાની રહેશે. દેશના ગૃહમંત્રી તરીકે તેમની સામે અનેક પડકારો છે, પણ હાલ નવા ગૃહમંત્રીને લઇને દેશમાં ચર્ચા જાગી છે. કારણ કે 9 વર્ષ બાદ તેમની સરકારમાં એન્ટ્રી થઇ છે. કારણ કે, જુલાઇ, 2010માં અમિત શાહે ગુજરાતની મોદી સરકારના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જેના બાદ 31 મે 2019ના દિવસે અમિત શાહ કેન્દ્રની મોદી સરકારના ગૃહમંત્રી બન્યા છે.
Jun 1,2019, 13:54 PM IST

Trending news