Universal rainfall News

Gujarat માં શ્રીકાર વર્ષા: 123 તાલુકામાં 1થી 3 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલના પગલે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.  ગુજરાતના 123 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઇ હતી. રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થયો હતો. ગીરસોમનાથના સુત્રાપાડામાં સવા 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં 2 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. ઉમરગામ અને વેરાવળમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વીસાવદર અને ચોર્યાસીમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો હતા. માળીયા, ક્વાંટ, રાણાવાવમાં સવા ઇંચવ રસાદ નોંધાયો હતો. રાણપુર, હાંસોર, વલસાડ, કલ્યાણપુરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર, કોડીનાર, પોરબંદરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. 
Jul 12,2021, 22:28 PM IST

Trending news