Weighed News

રાજ્યના સમસ્ત મહાજન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની રજત તૂલા કરવામાં આવી
મુખ્યમંત્રીની અબોલ પશુ જીવો પ્રત્યે આગવી સંવેદના :- રજત તૂલામાં મળેલી ૮૫ કિ.ગ્રા ચાંદી રાજ્યની પાંજરાપોળોના મૂંગા પશુધનના કલ્યાણ કામો માટે ઉપયોગમાં લેવા અર્પણ કરી. જિવદયા- કરૂણા- અનુકંપાના ગુજરાતના સંસ્કાર વારસાની ધરોહર વધુ પ્રબળ બનાવી સૌ જીવોના કલ્યાણ ભાવથી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવું છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.     સૌ જિવોને અભયદાનની શાસન કર્તાની નૈતિક ફરજ આ સરકારે દાયિત્વ સંભાળ્યુ ત્યારથી કાયદાની મર્યાદામાં રહીને નિભાવી છે. રાજ્યની પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવા આ વર્ષના બજેટમાં ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. કરૂણા અભિયાન - ૩૫૦ ફરતા પશુ દવાખાના, બન્નીમાં ઘાસ ઉગાડવાના મોટા પ્રોજેક્ટ જેવા જિવ દયા કામોથી જીવો-જીવવા દોની સંસ્કૃતિ ઉજાગર કરી છે. ગૌ વંશ હત્યા સામેનો કાયદો વધુ કડક બનાવી ગૌ વંશ હત્યારાઓને ૧૪ વર્ષ સુધીની કેદની સજા એક માત્ર ગુજરાતમાં જ થાય છે. 
Mar 29,2021, 23:48 PM IST

Trending news