ઓનલાઇન પ્લેસમેન્ટ News

ANAND: કોરોનામાં ઓનલાઇન ભણતર બાદ વિદ્યાર્થીઓના ઓનલાઇન પ્લેસમેન્ટ
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ઈજનેર કોલેજના 270 વિદ્યાર્થીઓને એમએનસી માં પ્લેસમેન્ટ મળ્યું છે. જેમાં સૌથી વધુ આઠ લાખના પેકેજ સાથે વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયુ છે. કોરોના જેવા કપરા કાળમાં સામાન્ય વ્યક્તિઓ પણ આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે, તેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યના ભણતર માટે શૈક્ષણિક સંસ્થાઓ જાતે જ રસ દાખવે તે આવશ્યક છે. ત્યારે  વિદ્યાર્થીઓને તેમના ભણતર પૂર્ણ થતાંની સાથેજ જોબ પ્લેસમેન્ટ માટે મદદ કરે તે જરૂરી છે ત્યારે આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત જીસેટ (gcet) કોલેજના અલગ-અલગ ઈજનેર શાખા માં અભ્યાસ કરતા 270 જેટલા વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપની દ્વારા જોબ માટે વાર્ષિક ઉચ્ચ પેકેજ સાથેના ઓફર લેટર આપવામાં આવ્યા છે આ કંપનીઓમાં ટાટા કેમીકલ, ટાટા કન્સલ્ટન્સી, ઇનફોસીસ (infosys),ટીસ્કો અને એમ જી મોટર્સ એવી મોટી કંપનીઓ નો ફાળો રહ્યો છે 
Jun 11,2021, 17:00 PM IST

Trending news