ઝી ન્યૂઝ ગુજરાતી ઝી ન્યૂઝ News

ગુજરાત સરકારની ઔદ્યોગિક એકમો માટે મોટી જાહેરાત, મજૂર કાયદામાં સુધારો કર્યો
લોકડાઉનને પગલે ગુજરાત સરકારે મજૂરો માટેના કાયદામાં સુધારો કર્યો છે. રાજ્ય સરકારે ઔદ્યોગિક એકમો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે વટહુકમથી મજૂર કાયદામાં સુધારો કર્યો છે. નવા એકમો માટે નિયમો હળવા કરાયાં છે. જોકે, નવી કંપનીઓને લેબર લોના બધા કાયદામાંથી છૂટછાટ આપવામાં આવશે. પરંતુ મજૂરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ બાબતો પર છૂટ નહિ અપાય. મિનીમમ લઘુત્તમ વેતન ધારો, સેફટીની નિયમોમાં કોઈ મુક્તિ નહિ મળે. તેમજ મજૂરને કોઈ અકસ્માત થાય તો વળતર પૂરેપુરુ આપવુ પડશે. આ સિવાય કોઈપણ ફેક્ટરીને મજૂર કાયદા મુજબ કોઈ નિયમ લાગુ નહિ પડે. ઓનલાઈન એપ્લાય કરશે તો ઝડપથી મંજૂરી આપીશું. જૂની તમામ ફેક્ટરીઓમાં મજૂર કાયદો લાગુ પડશે. નવી સરકારે કાયદાને ઓર્ડિનન્સ બનાવવાનો નિર્ણય કરાયો છે. જોકે જૂની કંપનીઓને આ લાભ નહિ મળ તેવી ખાસ સ્પષ્ટતા તેઓએ કરી છે. સલામતીના નિયમોમાં કોઈ મુક્તિ નહિ મળે. કોઈ પણ ફેક્ટરીને મજૂર કાયદો લાગુ નહિ પડે. 
May 8,2020, 17:47 PM IST

Trending news