5G આવ્યા પછી શું નવો ફોન અને સીમ ખરીદવું પડશે? જાણો 10 જરૂરી સવાલના જવાબ

છેલ્લાં કેટલાંક દિવસોથી ચારેબાજુ 5Gની ચર્ચા થઈ રહી છે. તેને લઈને લોકોના મનમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. આથી લોકો જાણવા માગે છેકે શું 5G આવ્યા પછી તેમને નવું સીમ કાર્ડ અને સ્માર્ટફોનની જરૂર પડશે? તેના માટે તેમણે કેટલો ખર્ચ કરવો પડશે? આવા જ સવાલના જવાબ તમારા માટે છે.

5G આવ્યા પછી શું નવો ફોન અને સીમ ખરીદવું પડશે? જાણો 10 જરૂરી સવાલના જવાબ

નવી દિલ્લી: ભારતમાં ટૂંક સમયમાં 5G સર્વિસ લોન્ચ થવાની છે. ઓક્ટોબર સુધી દેશના મુખ્ય શહેરોમાં 5G નેટવર્કની કનેક્ટિવિટી મળી શકે છે. સ્પેક્ટ્રમની હરાજી પછી લોકોને 5G સર્વિસના લોન્ચ થવાનો ઈંતઝાર છે. હાલમાં જ જિયોએ દિવાળી સુધી 5G સર્વિસ લોન્ચ કરવાની વાત કરી છે. તો એરટેલે સ્પષ્ટ કરી દીધું છે કે તેમની સર્વિસ ઓક્ટોબર સુધી લોન્ચ થઈ જશે. વોડાફોન આઈડિયાનો 5Gનો અન્ય ઓપરેટર્સથી અલગ પ્લાન છે. કંપની યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 5G સર્વિસ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં અનેક સવાલ લોકોના મનમાં ચાલી રહ્યા છે. તેમને નવું સીમ કાર્ડ અને સ્માર્ટફોનની જરૂર પડશે? તેના માટે તેમણે કેટલો ખર્ચ કરવો પડશે? આવા જ સવાલના જવાબ તમારા માટે છે.

1. 5G શું છે?
આ સર્વિસ પર ચર્ચા કરતાં પહેલાં આપણે એ જાણવું જોઈએ કે 5G શું છે. આ ટેલિકમ્યુનિકેશનની આગામી પેઢી છે. જેને 5મી જનરેશન કહેવામાં આવે છે. તેમાં માત્ર ઈન્ટરનેટ સ્પીડની વાત જ નથી થતી. પરંતુ 5G નેટવર્ક પર તમને શાનદાર કોલ અને કનેક્ટિવિટીની સુવિધા મળશે.

2. કયા ફોનમાં ચાલશે 5G?
લગભગ બધા બ્રાન્ડમાં 5જી સપોર્ટવાળા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આ સર્વિસનો લાભ એક 4G સ્માર્ટફોનમાં નહીં મળે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછો 5G સ્માર્ટફોન હોવો જોઈએ. તેના પછી તમારે બેન્ડ્સનું ધ્યાન રાખવું પડશે. કેમ કે હવે 5G સ્પેક્ટ્રમની હરાજી થઈ ચૂકી છે. આથી નવા ફોનમાં 5G બેન્ડ્સની ચિંતા કરવાની જરૂરિયાત નહીં રહે.

3. તો શું એક નવો ફોન ખરીદવો પડશે?
તેનો જવાબ તમારા હાલના ફોન પર નિર્ભર કરે છે. જો તમારી પાસે એક 5જી ફોન છે તો શક્ય છે કે તમારે નવા ફોનની જરૂર નહીં પડે. તમારે ફોનના સેટિંગમાં જઈને 5જી સપોર્ટને સાઈન ચેક કરવાનું રહેશે. અનેક ફોનમાં 4જી-3જીની સાથે 5જીનો ઓપ્શન પણ રહેશે. તેના માટે તમારે સેટીંગ-કનેક્શન-મોબાઈલ નેટવર્ક-નેટવર્ક મોડ પર જવું પડશે. જો તમારી  પાસે 5જી સપોર્ટવાળો ફોન નથી તો નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

4. શું નવું સીમ કાર્ડ ખરીદવું પડશે?
ના. 5જી સર્વિસ માટે તમારે નવું સીમકાર્ડ ખરીદવું નહીં પડે. તમારા હાલના સીમ પર 5જી કનેક્શનનો સપોર્ટ મળશે. શક્ય છેકે કંપનીઓ નવા સીમ કાર્ડ ખરીદવા પર તમને 5જી સીમ ઓફર કરે

5. કેટલા રૂપિયાનો હશે પ્લાન?
ટેલિકોમ કંપનીઓએ અત્યાર સુધી 5જી પ્લાન્સની કિંમતનો ખુલાસો કર્યો નથી. પરંતુ તમારે 4જીની સરખામણીએ વધારે પૈસા ખર્ચ કરવા પડશે. તે ખર્ચ કેટલો હશે તેની કોઈ જાણકારી હજુ સામે આવી નથી.

6. શું બદલાઈ જશે?
5જી નેટવર્ક આવ્યા પછી એક દિવસમાં કોઈ ફેરફાર નહીં થાય. હા, તમને શાનદાર કોલ અને કનેક્ટિવિટી મળવાનું ચાલુ થઈ જશે. તે સિવાય ઈન્ટરનેટ સ્પીડ એક દિવસમાં જરૂર બદલાઈ જશે. જ્યાં તમને 4જી પર 100 એમબીપીએસની સ્પીડ મળે છે તો 5જી પર તમને આરામથી 1જીબીપીએસની સ્પીડ મળશે.

7. ખતમ થઈ જશે વાઈફાઈની જરૂરિયાત?
એવું નથી કે 5જી આવ્યા પછી તમારે વાઈફાઈની કોઈ જરૂર નહીં પડે. હા, તેની અસર વાઈફાઈના માર્કેટ પર જરૂર પડી શકે છે. પરંતુ તેનાથી વાઈફાઈનો બિઝનેસ ખતમ નહીં થાય.

8. ભારતમાં બધા લોકોને ક્યારે મળશે સર્વિસ?
શરૂઆતમાં ટેલિકોન કંપનીઓ મેટ્રો શહેરમાં જ આ સર્વિસને લોન્ચ કરશે. ધીમે-ધીમે તેનો વિસ્તાર બધી જગ્યાએ કરવામાં આવશે. જિયોએ AGMમાં જણાવ્યું કે તે ડિસેમ્બર 2023 સુધી પોતાની 5જી સર્વિસને આખા દેશમાં પૂરી કરી લેશે.

9. શું 4જી ખતમ થઈ જશે?
ઘણા લોકોના મનમાં એવો સવાલ થઈ રહ્યો છે કે 5જી આવ્યા પછી 4જી સર્વિસ ખતમ થઈ જશે. એવું નહીં થાય. તમને બંનેની સર્વિસ સાથે મળતી રહેશે. જેમ 4જી અને 3જી સાથે-સાથે મળતું હતું. આવું જ 5જીના આવ્યા પછી થશે.

10. 5જીના આવવાથી નવી દુનિયાનો રસ્તો ખૂલશે?
ઈન્ટરનેટની નવી જનરેશનના આવવાથી તમારી આસપાસ અનેક નવા પરિવર્તન જોવા મળી શકે છે. એટલે કે તમને બિલકુલ અલગ ઈન્ટરનેટ એક્સપીરિયન્સ મળશે. તેની સાથે જ IoT એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સનું નેક્સ્ટ લેવલ જોવા મળશે. અનેક IoT ડિવાઈસની સંખ્યા ધીમે-ધીમે પોતાના ઘરમાં વધવા લાગશે. વાઈફાઈ કેમેરાથી લઈને સ્માર્ટ સ્પીકર સુધી ઝડપથી વિસ્તાર થવાની આશા છે. જોકે આ બધું એક દિવસમાં નહીં થાય. 5જી આપણા માટે ઘણું બધું લઈને આવશે, પરંતુ આ વસ્તુને બધા સુધી પહોંચવામાં સમય લાગશે. તે સિવાય મેટાવર્સ જેવી વસ્તુનું ચલણ વધશે. મેટાવર્સ આપણા માટે નવી દુનિયા હશે, જે વર્ચ્યુઅલ વર્લ્ડમાં અસલ દુનિયાનો એક્સપીરિયન્સ કરાવશે. આવું અત્યાર સુધી આપણે ફિલ્મોમાં જ જોતા આવ્યા છીએ, જે હવે આપણી આજુબાજુની જિંદગીનો હિસ્સો બની જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news