Airtel એ લોન્ચ કર્યા ચાર ધુઆંદાર પ્લાન, 140 રૂપિયાથી ઓછી કિંમતમાં 30 દિવસની વેલિડિટી અને આ ફાયદા
Airtel એ ચાર નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન તે યૂઝર માટે ખાસ છે જે ઓછા ખર્ચે પોતાના નંબર ચાલુ રાખવા ઈચ્છે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની એરટેલે ચાર નવા પ્લાન્ લોન્ચ કર્યા છે. બે રેટ-કટિંગ પ્લાન અને બે સ્માર્ટ રિચાર્જ, બે કેલેન્ડર મહિનાની વેલિડિટી અને બે 30 દિવસના પ્લાન છે. આ ચાર રિચાર્જમાંથી બે પ્લાન નવા સ્માર્ટ રિચાર્જ ઓપ્શન છે. તમામ નવા લોન્ચ પ્લાનની કિંમત 140 રૂપિયાથી ઓછી છે. સૌથી ઓછી કિંમતનો પ્લાન 109 રૂપિયાનો છે, જ્યારે સૌથી વધુ 131 રૂપિયાનો છે. આ પ્લાન તે લોકો માટે સારા છે, જે પોતાના મોબાઇલ નંબરને ઓછા ખર્ચમાં ચાલુ રાખવા ઈચ્છે છે. 109 રૂપિયા અને 111 રૂપિયાનો પ્લાન વર્તમાન 99 રૂપિયાના પ્લાનથી વધુ વેલિડિટી અને મોબાઇલ ડેટા આપે છે. આવો આ એરટેલના નવા પ્લાનની વિગતો જાણીએ.
એરટેલના ચાર નવા પ્લાન
Airtel 109 રૂપિયાના પ્લાનના ફાયદા
એરટેલના 109 રૂપિયાના રેટ કટર પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. આ 200MB મોબાઇલ ડેટા અને 99 રૂપિયાના ટોક-ટાઇમ સાથે આવે છે. લોકલ, એસટીડી અને લેન્ડલાઇન પર વોયસ કોલની કિંમત 2.5 પૈસા પ્રતિ સેકેન્ડ હશે. એસએમએસ માટે 1 રૂપિયો પ્રતિ લોકલ એસએમએસ અને 1.44 રૂપિયા પ્રતિ એસટીડી એસએમએસના આપવા પડશે.
આ પણ વાંચોઃ એક રિચાર્જ અને 336 દિવસ ખુશી! જિયોનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન, ડેટા-કોલિંગ સાથે મળશે આ લાભ
Airtel 111 રૂપિયાના પ્લાનના ફાયદા
એરટેલના 111 રૂપિયાના સ્માર્ટ રિચાર્જ પર તમને 99 રૂપિયાનો ટોકટાઇમ અને 200 એમબીનો મોબાઇલ ડેટા મળે છે. આ એક મહિનાની વેલિડિટી સાથે આવે છે, આ પ્લાનમાં લોકલ-એસટીડી અને લેન્ડલાઇન કોલની કિંમત 2.5 પૈસા પ્રતિ સેકેન્ડ હશે. તો લોકલ એસએમએસનો 1 રૂપિયા અને એસટીડી એસએમએસ માટે 1.5 રૂપિયા ચુકવવા પડશે.
Airtel 128 રૂપિયાનો પ્લાન
128 રૂપિયાનો એરટેલ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. લોકલ અને એસટીડી કોલ માટે તમારે 2.5 પૈસા પ્રતિ સેકેન્ડ અને રાષ્ટ્રીય કોલ માટે 5 પૈસા પ્રતિ સેકેન્ડ ચાર્જ વસૂલ કરવામાં આવશે.
Airtel 131 રૂપિયાના પ્લાનની વિગત
એરટેલનો 131 રૂપિયાના પ્લાનની વેલિડિટી એક મહિનાની છે. યૂઝર્સ લોકલ અને એસટીડી કોલ માટે 2.5 પૈસા પ્રતિ સેકેન્ડ ચુકવશે. લોકલ એસએમએસની કિંમત 1 રૂપિયો અને એસટીડી એસએમએસ 1.5 રૂપિયો પ્રતિ એસએમએસ છે. યૂઝર પાસે 0.50 રૂપિયા પ્રતિ એમબી ડેટા ચાર્જ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે