એક રિચાર્જ અને 336 દિવસ ખુશી! જિયોનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન, ડેટા-કોલિંગ સાથે મળશે આ લાભ

Jio Rs 1,559 Plan: કંપનીએ ઘણા સેગમેન્ટમાં પ્લાનને વિભાજીત કરી રાખ્યા છે. જેમાંથી એક સેગમેન્ટ વેલ્યૂ છે. તેમાં ત્રણ પ્લાન છે. તેને અફોર્ડેબલ પ્લાન કહેવામાં આવે છે. 

એક રિચાર્જ અને 336 દિવસ ખુશી! જિયોનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન, ડેટા-કોલિંગ સાથે મળશે આ લાભ

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને સમય-સમય પર ઘણા બેનિફિટ્સ આપે છે. પછી તે સસ્તી કિંમતમાં સારો પ્લાન ઉપલબ્ધ કરાવવાનો હોય કે ઓછી કિંમતમાં લાંબી વેલિડિટીવાળો પ્લાન હોય. કંપની પોતાના યૂઝર્સને એકથી એક સારા પ્લાન ઓફર કરે છે. રિલાયન્સ જિયો પ્રીપેડ કે પોસ્ટપેડ ઉપલબ્ધ કરાવે છે. કંપનીએ ઘણા સેગમેન્ટ્સમાં પ્લાનને વિભાજીત કરી રાખ્યા છે, જેમાંથી એક સેગમેન્ટ વેલ્યૂ છે. તેમાં ત્રણ પ્લાન હાજર છે. તેને અફોર્ડેબલ પ્લાન કહેવામાં આવે છે. તેમાંથી એક વાર્ષિક પ્લાન છે, જેની કિંમત 1599 રૂપિયા છે. તેમાં યૂઝર્સને 336 દિવસની વેલિડિટી સાથે ઘણા બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. આવો જિયોના આ પ્લાન વિશે જાણીએ. 

1599 રૂપિયાના પ્લાનની વિગત
આ પ્લાનમાં યૂઝર્સને 336 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. સાથે 24 જીબી ડેટા પણ આપવામાં આવે છે. આ ડેટાનો ઉપયોગ તમે ઈચ્છો ત્યારે કરી શકો છો. તમે ડેટા એક દિવસમાં પૂરો કરો કે વેલિડિટી પ્રમાણે, તે તમે નક્કી કરી શકો છો. એકવાર ડેટા પૂરો થયા બાદ તમને 64Kbps ની સ્પીડ મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે. આ વેલિડિટી દરમિયાન યૂઝર્સને 3600 એસએમએસ પણ આપવામાં આવે છે. આ સિવાય જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 

કંપની પાસે એક અન્ય પ્લાન છે જે 899 રૂપિયામાં આવે છે, પરંતુ તે જિયોફોન પ્લાન છે. તેની વેલિડિટી પણ 336 દિવસની છે. તેમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટીની 12 સાઇકલ આપવામાં આવશે. તેમાં કુલ 24 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે અનલિમિટેડ કોલિંગ અને દર 28 દિવસ માટે 50 એસએમએસની પણ સુવિધા આપવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news