ફોનનું બિલ ન ભરવા પર થશે જેલ, નિયમોમાં ફેરફાર, જાણો દરેક વિગત

Postpaid Bill Payment ને લઈને સરકારે નવા નિયમ જાહેર કર્યાં છે. આ બિલ પેમેન્ટ ન કરવા પર જેલ પણ થઈ શકે છે. તેથી તમારે સતર્ક થઈ જવું જોઈએ. અહીં બિલનું પેમેન્ટ ન કરવા પર કોર્ટમાં પણ હાજર થવું પડી શકે છે. 

ફોનનું બિલ ન ભરવા પર થશે જેલ, નિયમોમાં ફેરફાર, જાણો દરેક વિગત

નવી દિલ્હીઃ Postpaid Bill Payment માં વિલંબ કરવા પર તમને જેલ થઈ શકે છે. આ સાંભળીને તમે ચોકી જશો પરંતુ આ સત્ય છે. હવે આમ કરવા પર તમારે કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. સાથે કોર્ટનો આદેશ ન માનવા પર જેલ પણ થઈ શકે છે. તેથી તમારે આજથી સતર્ક થઈ જવું જોઈએ અને Postpaid Bill ના નવા નિયમ વિશે જાણી લેવું જોઈએ.

Postpaid Bill નું પેમેન્ટ ન કરવા પર ટેલીકોમ કંપનીઓને આ મંજૂરી મળી જાય છે કે તે તમારા વિરુદ્ધ કેસ દાખલ કરાવી શકે છે. પરંતુ પહેલા આ નહોતું. આ પહેલા તમારા કનેક્શનને ડિસ્કનેક્ટ કરી દેવામાં આવતું હતું. સાથે બિલ પેમેન્ટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. તો કંપનીના એજન્ટ તમને વારંવાર કોલ કરતા હતા. જો તમે આ બધી વસ્તુને નજરઅંદાજ કરો છો તો તમારા વિરુદ્ધ કેસ દાખલ થઈ શકે છે. 

ત્યારબાદ ડેબ્ટ કલેક્ટરની પાસે તમારો કેસ ફોરવર્ડ કરી દેવામાં આવે છે. ડેબ્ટ કલેક્ટર તમને બિલની ચુકવણી કરવાની વિનંતી કરે છે. સાથે તેની પાસે સંપૂર્ણ અધિકાર હોય છે કે તે ન માનવા પર લીગલ નોટિસ પણ જાહેર કરી શકે છે. જો તમે સતત આમ કરો છો તો તમારી વિરુદ્ધ લીગલ નોટિસ જારી કરી દેવામાં આવે છે. નક્કી તારીખ પર જો તમે કોર્ટમાં હાજર ન થાવ તો તમને ડિફોલ્ટર જાહેર કરી શકાય છે. 

કોર્ટ જ તમને નોકરી અને કમાણી સંબંધિત સવાલ પૂછી શકે છે. જો તમે ત્યારબાદ પણ બિલ ન ભરો તો મોબાઈલ કંપની કોર્ટને સિવિલ વોરંટ ઈશ્યૂ કરવા માટે કહે છે. એકવાર સિવિલ વોરંટ જારી થયા બાદ પોલીસ તમારી ધરપકડ કરી શકે છે. એકવાર ધરપકડ થયા બાદ તમારે નક્કી રકમની ચુકવણી કરવી પડશે. કારણ કે ત્યારબાદ તમારા વિરુદ્ધ બીજીવાર પણ વોરંટ જારી કરી શકાય છે. તેનાથી ડીલ કરવા માટે તમારે એક નક્કી રકમની ચુકવણી કરી દેવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news