Airtel એ તેના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હટાવ્યો આ સૌથી સસ્તો પ્લાન

Airtel Prepaid Plan: એરટેલ કંપનીએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જે પ્લાન વધુ ચાલતો હતો તે સસ્તો પ્લાન જ હટાવી દીધો છે. જેની અસર હવે ગ્રાહકો પર પડશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

Airtel એ તેના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હટાવ્યો આ સૌથી સસ્તો પ્લાન

Airtel Prepaid Plan: એરટેલ કંપનીએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જે પ્લાન વધુ ચાલતો હતો તે સસ્તો પ્લાન જ હટાવી દીધો છે. જેની અસર હવે ગ્રાહકો પર પડશેએરટેલના 99 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 99 રૂપિયાનું ટોક-ટાઈમ મળે છે. આમાં ગ્રાહકો પાસેથી કોલ માટે 2.5 રૂપિયા પ્રતિ સેકન્ડ વસૂલવામાં આવે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સાથે ગ્રાહકોને 200MB ડેટા પણ મળે છે.

એરટેલે ગયા વર્ષે નવેમ્બરથી અલગ-અલગ સર્કલમાં આ પ્લાન હટાવવાનું શરૂ કર્યું હતું. 99 રૂપિયાના પ્લાનની સામે હવે ગ્રાહકોએ 155 રૂપિયાનો પ્લાન ખરીદવો પડશે.

એરટેલના 155 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળશે. આ સાથે ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ સાથે 1GB ડેટા પણ મળશે. આ સિવાય ગ્રાહકોને પ્લાનમાં 300 SMSનો લાભ પણ મળશે.

એરટેલના પ્રવક્તાએ જણાવ્યું કે ગ્રાહકોને સારો અનુભવ આપવાના અમારા ધ્યેય મુજબ, અમે 99 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે અને 155નો નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, 1 GB ડેટા અને 300 SMS મળશે.

તમને જણાવી દઈએ કે 99 રૂપિયાનું રિચાર્જ કરાવતા ગ્રાહકોને માસિક 57 ટકા વધુ ચૂકવણી કરવી પડશે. જો કે, કંપની માટે, આનાથી વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU)માં વધારો થશે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news