OMG! માત્ર 699 રૂપિયામાં મળી રહ્યો છે Motorola નો 5G Smartphone, જાણો વિગત

Motorola ના સૌથી ધમાકેદાર 5જી ફોનને માત્ર 699 રૂપિયામાં ખરીદી શકાય છે. રસપ્રદ વાત છે કે તેમાં બેન્ક ઓફર સામેલ નથી. ટ્રેડ ઇનની મદદથી ફોનને સસ્તામાં ખરીદી શકાય છે. તમે પણ જાણો માહિતી....
 

OMG! માત્ર 699 રૂપિયામાં મળી રહ્યો છે Motorola નો 5G Smartphone, જાણો વિગત

નવી દિલ્હીઃ Flipkart નો Big Saving Days સેલ પૂરો થઈ ગયો છે. હવે Moto Days Sale શરૂ થયો છે, જેનો આજે છેલ્લો દિવસ છે. સેલ દરમિયાન મોટોરોલાના ફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 5જી ફોન્સ પર પણ ખુબ શાનદાર છુટ મળી રહી છે. મોટોરોલાના સૌથી ધમાકેદાર 5જી ફોનને માત્ર 599 રૂપિયામાં ખરીદી શકાય છે. રસપ્રદ વાત છે કે તેમાં બેન્ક ઓફર સામેલ નથી. ટ્રેડ ઇનની મદદથી ફોનને સસ્તામાં ખરીદી શકાય છે. આવો જાણીએ કઈ રીતે...

Moto Days Sale: MOTOROLA G62 5G Offers & Discounts
MOTOROLA G62 5G (128 GB) ની લોન્ચિંગ પ્રાઇઝ 21999 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ પર 14999 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે ફોન પર 31 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફોન પર શાનદાર એક્સચેન્જ ઓફર મળી રહી છે, જેથી ફોનની કિંમત ઘટી જશે. 

Moto Days Sale: MOTOROLA G62 5G Exchange Offer
MOTOROLA G62 5G પર 14300 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. જો તમે જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરાવો છો તો આ ઓફ તમને મળી જશે. પરંતુ 14300 રૂપિયાનું એક્સચેન્જ ત્યારે મળશે, જ્યારે તમારા જૂના ફોનની કંડીશન સારી હોય અને મોડલ લેટેસ્ટ હોય. જો તમે આ ઓફની તમામ કિંમત મેળવવામાં સફળ રહ્યાં તો ફોન તમને 699 રૂપિયામાં મળી જશે. 

Moto Days Sale: MOTOROLA G62 5G Bank Offer
જો તમે ફોન એક્સચેન્જ કરાવવા ઈચ્છતા નથી તો બેન્ક ઓફર પણ છે. જો તમે ફોન ખરીદવા માટે ફેડરલ બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો  ઉપયોગ કરો છો તો તમને 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે 10 ટકાની ઓફર આપવામાં આવી રહી છે. ત્યારબાદ ફોનની કિંમત 14,249 રૂપિયા થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news