Apple લોન્ચ કરશે સસ્તો iPhone, કિંમત જાણીને ચોંકી જશો

વિશ્વમાં સૌથી મોંઘા ફોન બનાવતી કંપની એપલ હવે ખુબ સસ્તા આઇફોન બનાવવા જઈ રહી છે. 
 

Apple લોન્ચ કરશે સસ્તો iPhone, કિંમત જાણીને ચોંકી જશો

નવી દિલ્હીઃ સસ્તો iPhone એટલે માત્ર એક સપનું, પરંતુ હવે આ સપનું હકીકતમાં બદલાવાનું છે. વિશ્વના સૌથી મોંઘા ફોન બનાવનાર કંપની એપલ (Apple) હવે સસ્તો iPhone લોન્ચ કરવા જઈ રહી છે. આ નવા ફોનનું ઉત્પાદન ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે. નવા ફોનની કિંમત ભારતમાં વેચાઇ રહેલા ઘણા ચીની મોબાઇલ હેન્ડસેટ કરતા પણ સસ્તી હશે. 

નવા મોબાઇલનું નામ અને ફીચર
વિભિન્ન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એપલે પોતાના નવા સસ્તા ફોનના પ્રોડક્શનની તમામ તૈયારીઓ કરી લીધી છે. નવા ફોનમાં 4.7 ઇંચની એલસીજી (LED)ડિસ્પ્લે હશે. ત્યારબાદ ટચ આઇડી હોમ બટન પણ હશે. સૂત્રોનું કહેવું છે કે આ નવા હેન્ડસેટમાં એ13 પિચ અને 3 જીબી રેમ આપવામાં આવશે. કહેવામાં તો તે પણ આવી રહ્યું છે કે આ નવા હેન્ડસેટને iPhone 9નું નામ આપી શકાય છે. તેની પાછળનું કારણ છે કે, આઈફોન 8 બાદ સિરીઝમાં iPhone 10 અને iPhone 11 લોન્ચ થયા છે. માત્ર iPhone 9ને લોન્ચ કરવામાં આવ્યો નથી. 

શું હશે ફોનની કિંમત
એપલના હેન્ડસેટ હંમેશા મોંઘા રહ્યાં છે. તેવામાં દરેક મોબાઇલ યૂઝર એપલ ખરીદી શકતો નથી. આજ કારણ છે કે કંપનીએ આ વખતે સસ્તો ફોન બનાવવાનો નિર્ણય લીધો છે. જાણકાર જણાવી રહ્યાં છે કે આઈફોનની કિંમત હાલના ફોન કરતા ત્રણ ગણો સસ્તો હોઈ શકે છે. ભારતમાં એપલના નવા ફોનની કિંમત 30 હજાર રૂપિયાથી ઓછી રાખવામાં આવી શકે છે. 

કેમ બનાવી રહી છે સસ્તા ફોન
મામલા સાથે જોડાયેલા ઘણા નિષ્ણાંતો જણાવી રહ્યાં છે કે કંપનીને સૌથી વધુ નુકસાન ભારત જેવા વિકાસશીલ દેશોમાં થઈ રહ્યું છે. મોંઘા ફોન હોવાને કારણે વિશ્વમાં આઇફોનના ઓછા હેન્ડસેટ વેંચાઇ છે. તેવામાં ચીની મોબાઇલ કંપનીઓ સસ્તા ફોન વેંચીને મોટો નફો મેળવી રહી છે. કંપનીનું માનવું છે કે થોડા સસ્તા ફોન વેંચીને પણ માર્કેટમાં મજબૂત પકડ બનાવી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news