સુરત: ભીના કચરામાંથી ખાતર તો બને છે પરંતુ માત્ર કાગળ પર, કરોડોનું આંધણ !

સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે શહેરના અલગ અલગ ઝોનમાં પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેમાં ભીના કચરામાંથી ઓર્ગેનિક ખાતર બનાવવા ચાલીસ લાખથી વધુના ખર્ચે પ્લાન્ટ નાંખવામાં આવ્યા છે. પરંતુ સુરતના આંજણાફાર્મ ખાતે મુકવામાં આવેલ ઓર્ગેનિક પ્લાન્ટ માં મોટાપાયે ગોબાચારી આચરવામાં આવતી હોવાના આરોપ કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ કર્યા છે. ઓર્ગેનિક ખાતર માટે મુકવામાં આવેલ પ્લાન્ટ છેલ્લા છ માસથી સદંતર બંધ હાલતમાં છે. રેકોર્ડ પર પ્રતિદિવસ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું દર્શાવી પ્રજાની તિજોરીમાંથી પ્રતિમાસ એક લાખથી વધુની ઉચાપત કરવામાં આવી રહી છે.
સુરત: ભીના કચરામાંથી ખાતર તો બને છે પરંતુ માત્ર કાગળ પર, કરોડોનું આંધણ !

ચેતન પટેલ/સુરત: સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે શહેરના અલગ અલગ ઝોનમાં પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેમાં ભીના કચરામાંથી ઓર્ગેનિક ખાતર બનાવવા ચાલીસ લાખથી વધુના ખર્ચે પ્લાન્ટ નાંખવામાં આવ્યા છે. પરંતુ સુરતના આંજણાફાર્મ ખાતે મુકવામાં આવેલ ઓર્ગેનિક પ્લાન્ટ માં મોટાપાયે ગોબાચારી આચરવામાં આવતી હોવાના આરોપ કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ કર્યા છે. ઓર્ગેનિક ખાતર માટે મુકવામાં આવેલ પ્લાન્ટ છેલ્લા છ માસથી સદંતર બંધ હાલતમાં છે. રેકોર્ડ પર પ્રતિદિવસ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું દર્શાવી પ્રજાની તિજોરીમાંથી પ્રતિમાસ એક લાખથી વધુની ઉચાપત કરવામાં આવી રહી છે.

કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા આરોપ મુકવામાં આવ્યા છે કે પાલિકાનાં આરોગ્ય વિભાગના ઓર્ગેનિક પ્લાન્ટના નામે મહિને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે. શાકભાજી વેસ્ટને કંપોઝ કરી ખાતર બનાવવા માટે ઝોનમાં આશરે રૂ.40 લાખનો 1 ટીપીડી ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ નાંખવામાં આવેલ છે. જેમાં કૌભાંડ કરવામાં આવતું હોવાના આરોપ છે. આંજણા ખાતેનો ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. જ્યાં પ્લાન્ટ પર માટીના થર પણ  જામી ગયેલ છે. 

પ્લાન્ટમાં એક કિલોગ્રામ ખાતર પણ બનાવવામાં આવેલ નથી. હાલમાં પ્લાન્ટની સ્થળ તપાસની માંગ ઉઠી છે. પ્લાન્ટ બંધ હોવા છતાં ઓપરેટર ઈજારદારને પ્રતિદિવસ  રૂ. 3000 થી વધુના રોજ પ્રમાણે મહિને 1 લાખ કરતા વધુના બીલ પાસ કરાવવામાં આવી રહ્યા છે. બંધ પ્લાન્ટના પણ રૂપીયા પ્રજાની તિજોરીમાંથી આપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પ્રતિદિવસ ઓર્ગેનિક ખાતરણનું ઉત્પાદન રજીસ્ટરમાં દર્શાવી પ્રજાની તિજોરીમાંથી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ભાજપ શાસકોના રાજમા આ ગોબાચારી થઈ રહી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી સુધા હલી નથી રહ્યું. જ્યાં અંગે મ્યુનિસિપલ કમિશ્નર બચ્છાનિધિ પાનીને રજુવાત કરવામાં આવી છે. જેની તપાસ થવી જરૂરી બને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news