પેટ્રોલ-ઈલેક્ટ્રિકની ઝંઝટ જ ખતમ? 1 લીટર પાણીથી 150 Km સુધી દોડશે આ સ્કૂટર! વિગતો જાણો
ઓટો સેક્ટરમાં નવી નવી ઈનોવેશન થતી રહે છે. પેટ્રોલ, સીએનજી અને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર બાદ હવે વારો આવ્યો છે પાણીથી ચાલતા સ્કૂટરનો. આ વર્ષે ભારત મોબિલિટી એક્સપો 2024માં Joy e-bike એ પોતાના પાણીથી ચાલતા સ્કૂટરનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો જે ખુબ ચર્ચામાં રહ્યો હતો.
Trending Photos
ઓટો સેક્ટરમાં નવી નવી ઈનોવેશન થતી રહે છે. પેટ્રોલ, સીએનજી અને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર બાદ હવે વારો આવ્યો છે પાણીથી ચાલતા સ્કૂટરનો. આ વર્ષે ભારત મોબિલિટી એક્સપો 2024માં Joy e-bike એ પોતાના પાણીથી ચાલતા સ્કૂટરનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો જે ખુબ ચર્ચામાં રહ્યો હતો. Joy e-bike એ હાલ આ સ્કૂટરના ફાઈનલ પ્રોડક્ટ વિશે કોઈ જાણકારી આપી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં એકવાર ફરીથી આ સ્કૂટરને રજૂ કરાઈ શકે છે. એટલું જ નહીં ઓટો એક્સપો 2025માં પણ આ સ્કૂટરને દેખાડવામાં આવશે. એવી આશા વ્યક્ત કરાઈ છે કે આ વખતે આ સ્કૂટર વિશે ઘણી જાણકારીઓ મળી શકે છે.
Joy e-bike હાઈડ્રોજન સ્કૂટરની વિશેષતાઓ
રિપોર્ટ્સ મુજબ જોય ઈ બાઈક પેરેન્ટ કંપની વર્ડવિઝાર્ડ હાઈડ્રોજન ફ્યૂલ સેલ અને ઈલેક્ટ્રોલાઈઝર ટેક્નોલોજી પર સતત કામ કરી રહી છે. આ ટેક્નોલોજીથી સ્કૂટર પાણીથી ચાલે છે. હાઈડ્રોજન ટેક્નોલોજી જો ભારતમાં સફળ થાય તો તે સાફ સુથરી મોબિલિટીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એટલે કે તેના આવવાથી પ્રદૂષણ ઓછું કરવામાં મદદ મળી શકશે. કારણ કે આ સ્કૂટર ડિસ્ટિલ્ડ વોટર પર ચાલે છે. સ્કૂટરની ટેક્નોલોજી પાણીના મોલિક્યૂલ્સને તોડીને તેમાંથી હાઈડ્રોજનના મોલિક્યૂલ્સને અલગ કરે છે. જ્યારે હાઈડ્રોજન અલગ થઈ જાય ત્યારે આ સ્કૂટરમાં હાઈડ્રોજનને ફ્યૂલ તરીકે યૂઝ કરવામાં છે જેનાથી સ્કૂટર દોડે છે.
પરંતુ હાલ તો હજુ શરૂઆત છે આથી હાઈ પરફોર્મન્સ વાહનની આશા રાખી શકાય નહીં. પાણીથી ચાલતા આ સ્કૂટરની ટોપ સ્પીડ 25kmph સુધી હોઈ શકે છે. જેને આગળ વધારી પણ શકાશે. હવે આવામાં સ્પીડ ઓછી હોવાના કારણે તેને ચલાવવામાં ડ્રાઈવિંગ લાઈસન્સની પણ જરૂર નહીં પડે. આ સાથે જ તેનું રજિસ્ટ્રેશન કરાવવાની પણ તમને જરૂર નહીં રહે. આ સ્કૂટરમાં પેડલ પણ આપવામાં આવ્યા છે. જો કોઈ કારણે તેની રેન્જ ખતમ થઈ જાય તો પણ તેને પેડલની મદદથી પણ ચલાવી શકાશે.
1 લીટરમાં 150 કિમી દોડે
ભારતમાં અનેક ઓટો કંપનીઓ છે જે હાઈડ્રોજનથી ચાલતા વાહનો પર કામ કરે છે. પરંતુ હજુ સુધી કોઈ પણ કંપનીની ફાઈનલ પ્રોડક્ટ ફ્લોર પર આવી નથી. જોય ઈ બાઈકના આ હાઈડ્રોજન સ્કૂટરની કેટલીક ખાસ ડિટેલ્સ સામે આવી ચૂકી છે જે મુજબ દાવો કરાયો છે કે એક લીટર પાણીમાં આ સ્કૂટર 150 કિમીનું અંતર કાપશે. જો કે હજુ આ એક પ્રોટોટાઈપ છે. એટલે કે હજુ આ સ્કૂટર વેચાણ માટે ઉપલબ્ધ નથી.
હાલ કંપની તેની ટેક્નોલોજીને વધુ સારી બનાવવા પર કામ કરી રહી છે. ફાઈનલ મોડલ જ્યાં સુધી ન આવી જાય ત્યાં સુધી કઈ પણ કહેવું યોગ્ય નથી. સોર્સ મુજબ ફાઈનલ મોડલની ડિઝાઈનથી લઈને તેના ફીચર્સ અને રેન્જ સુદ્ધામાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે