VIDEO: BSF ના જવાનોએ કરી કમાલ, માત્ર 1 મિનિટ 57 સેકન્ડમાં Gypsy ના સ્પેરપાર્ટ અલગ કરી ફરીથી એસેમ્બલ કર્યા

બીએસએફ દ્રારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સામે આવ્યું છે કે માર્ગમાં વિઘ્ન આવતાં કેવી રીતે જવાનોએ મારૂતિ જિપ્સીના સ્પેરપાર્ટ અલગ કર્યા, ફરી તે સ્પેરપાર્ટને બેરિયરની પાર લઇ ગયા અને માત્ર 1 મિનિટ 57 સેકન્ડમાં આખી જિપ્સી એસેંબલ કરી દીધી

VIDEO: BSF ના જવાનોએ કરી કમાલ, માત્ર 1 મિનિટ 57 સેકન્ડમાં Gypsy ના સ્પેરપાર્ટ અલગ કરી ફરીથી એસેમ્બલ કર્યા

નવી દિલ્હી: ભારતીય સેના પોતના શૌર્ય માટે જાણિતી છે અને કોઇપણ સ્થિતિનો સામનો કરવા મઍટે સેના પુરી રીતે સક્ષમ અને તૈયાર છે. વિષમ પરિસ્થિતિઓમાં કોઇપણ રાહ મુશ્કેલી સેનાનો માર્ગ રોકી શકતી નથી. તેનું ઉદાહરણ તાજેતરમાં જ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સે આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિમાચલના પ્રવાસે છે અને તેમની સામે સેનાના જવાનોએ કરતબ કર્યું છે. અહીં બીએસએફના જવાનોએ એક વીડિયો જાહેર કરીને બતાવ્યું કે કઇ રીતે રસ્તો બંધ હોવાથી સેનાએ આખી Maruti Gypsy ને ફક્ત બે મિનિટમાં પુરી રીતે ડિસ્મેંટલ કરી ફરી એસેંબલ કરી છે. 

માત્ર 1 મિનિટ 57 સેકન્ડમાં કરતબ
બીએસએફ દ્રારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સામે આવ્યું છે કે માર્ગમાં વિઘ્ન આવતાં કેવી રીતે જવાનોએ મારૂતિ જિપ્સીના સ્પેરપાર્ટ અલગ કર્યા, ફરી તે સ્પેરપાર્ટને બેરિયરની પાર લઇ ગયા અને માત્ર 1 મિનિટ 57 સેકન્ડમાં આખી જિપ્સી એસેંબલ કરી દીધી. લાંબા સમય સુધી સાથ નિભાવ્યા બાદ ભારતીય સેના મારૂતિ જિપ્સીનો વિકલ્પ શોધી રહી છે જે આટલો દમદાર અને મજબૂત હોય. મારૂતિ સુઝુકી એ લાંબા સમય પહેલાં આ એસયુવીનું ઉત્પાદન ભારતમાં બંધ કરી દીધું છે પરંતુ ભારતીય સેના માટે કંપની અત્યાર સુધી આ કારનું ઉત્પાદન 

Watch Seema Praharis dismantle & reassemble a light motor vehicle in a demonstration of obstacle crossing during disaster response & operational scenario.

सीमा सुरक्षा बल - सर्वदा सतर्क #BSF #NationFirst #FirstLineofDefence pic.twitter.com/AxhMzhrgVM

— BSF (@BSF_India) April 7, 2022

શું છે સેનાની જરૂરિયાત
ડિફેન્સના સોર્સથી જાણકારી મળી છે કે આ એસયુવીના બદલામાં નવા સોફ્ટ ટોપ 4X4 વાહન માટે રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ આગામી સમયમાં મોકલી શકાય છે. ભારતીય સેનામાં હાલ 35,000 જિપ્સી સર્વિસ આપી રહી છે જેને તબક્કા વાર દૂર કરવામાં આવશે. ડિફેન્સ એક્ઝિશન કાઉન્સિલે તાજેતરમાં જ 4X4 હળવા વાહનોની ખરીદીના પ્રસ્તાવ પર મંજૂરી આપી છે. સેના શરૂઆતી તબક્કામાં લગભગ 5,000 નવા વાહન ખરીદવાની છે અને બાકી વાહન જરૂરિયાત મુજબ નવા પડાવોમાં ખરીદવામાં આવશે. સેનાની જરૂરિયાત મુજબથી નવા વાહન 500 થી 800 કિગ્રા કર્બ વેટવાળા હોવા જોઇએ. 

કઇ કંપનીઓનો વિકલ્પ
ભારતીય સેનાની જરૂરિયાત પર ખરા ઉતરવા માટે ઘણી કંપનીઓ વિચાર કરી રહી છે. સેના આ પહેલાં ટાટા, ફોર્સ મોટર્સ અને મહિન્દ્રાની ગાડીઓ ખરીદી ચૂકી છે,એવામાં આગળ ખરીદવામાં આવનાર વાહનોમાં આ કંપનીને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો ટાટા સફારીને મારૂતિ સુઝુકી જીપ્સીનો વિકલ્પ બનાવવામાં આવી શકે છે. મહિન્દ્રાની કારો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news