ચોમાસામાં લાઈટ જાય તો ફિકર નોટ, લાઈટ ગયાના 4 કલાક ચાલશે આ બલ્બ

LED Bulb: ભારતમાં અનેક બ્રાન્ડ્સના LED બલ્બ મળે છે, પરંતુ તેને ટક્કર આપવા માટે હવે ઈન્વર્ટર LED બલ્બ માર્કેટમાં આવ્યા છે. તેની ખાસિયત જાણીને તમે તેને ખરીદવા દોડશો

ચોમાસામાં લાઈટ જાય તો ફિકર નોટ, લાઈટ ગયાના 4 કલાક ચાલશે આ બલ્બ

Inverter LED Bulb available at Amazon: જો તમે તમારા ઘરમાં નોર્મલ LED બલ્બનો ઉપયોગ કરી રહ્યા છો, તો હવે માર્કેટમાં LED બલ્બનો એક જોરદાર ઓપ્શન આવી ગોય છે. માર્કેટમાં નવો ઈન્વર્ટર LED બલ્બ આવ્યો છે. જે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં છે, અને લોકો તેની ચર્ચા કરી રહ્યાં છે. લોકો હવે તેને ખરીદવા દોડી રહ્યાં છે. કારણ કે, તેના ફીચર દમદાર છે. તમને તેની ખાસિયત અને કિંમત ગમી જાય તેવી છે. 

હવે આ LED કેવી રીતે અલગ છે
જે બલ્બની વાત અમે કરી રહ્યાં છે તે Halonix Prime 12W B22 Inverter rechargebale Emergency led Bulb છે. જે એમેઝોન પ્લેટફોર્મ પર ઉપબલ્ધ છે. જો વાત તેની ખાસિયતની કરીએ તો ઈન્વર્ટર બલ્બ નોર્મલ LED થી અલગ છે. કારણ કે જો પાવર કટ થઈ જાય તો નોર્મલ LED કામ કરવાનું બંધ કરે છે અને તે ઓફ થઈ જાય છે. પરંતુ ઈન્વર્ટર LED બલ્બ તેના કરતા વિશેષ છે. હકીકતમાં ઈન્વર્ટર LED વીજળી જતી રહે તો પણ બંધ થતો નથી. પરંતુ તે વગર વીજળીએ પણ રોશની આપે છે. એ પણ પાંચ-દસ મિનિટ માટે નહિ, પરંતુ અંદાજે 4 કલાક સુધી તે સતત રોશની આપે છે. અને બંધ પણ થતો નથી. આ બલ્બ એવા વિસ્તારોમાં ખાસ કામમાં આવી શે છે, જ્યાં નિયમિત પણે લાઈટ જતી હોય છે. આ ખાસિયતને કારણે લોકો તેને વધુ પસંદ કરી રહ્યાં છે. 

ખાસ ટેકનિકના ઉપયોગથી બનાવાયો છે
જો તેની ટેકનોલોજીની વાત કરીએ તો, Halonix 12Watt બલ્બ રિચાર્જેબલ છે. તેની અંદર એક લિથીયમ આર્યન બેટરી લાગેલી છે. જે હોલ્ડરમાં લાગેલી હોય છે, અને આપોઆપ ચાર્જ થતી હોય છે. આવામાં જો વીજળી જતી રહે તો બલ્બની આ બેટરીની મદદથી તે 4 કલાક સરળતાથી ચાલે છે. આ બલ્બની બેટરી ચાર્જ થવામાં 8 થી 10 કલાકનો સમય લાગે છે. તેને ચાર્જ કરવા માટે અલગથી સિસ્ટમની જરૂર પડતી નથી.

લાઈટ ઓન હોય ત્યારે તે આપોઆપ ચાર્જ થઈ જાય છે. તેને ઘર ઉપરાંત દુકાન, હોસ્પિટલ કે અન્ય કોઈ જરૂરી જગ્યાઓ પર ઉપયોગમાં લેવામાં આવી શકાય છે. તે ઈમરજન્સી દરમિયાન કામમાં આવે છે. તેની કિંમતની વાત કરીએ તો માત્ર 569 રૂપિયામાં ઓનલાઈન ખરીદી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news