Mony Mint: આવી ગયો દુનિયાનો સૌથી નાનો સ્માર્ટફોન, નેટવર્ક વિના પણ કરી શકશો CALL

આ ફોન (Smartphone) ની પતળી ડિઝાઇન તેને દેખાવમાં ખૂબ સુંદર બનાવે છે. Mony Mint ની ટચ ડિસ્પ્લે 3-ઇંચની છે જે એક પામ ફોનથી પણ 0.3-ઇંચ નાનો છે. ફોનની સાઇડમાં ફક્ત વોલ્યૂમ અને પાવરના બટન અને એક USB-C પોર્ટ છે. 

Mony Mint: આવી ગયો દુનિયાનો સૌથી નાનો સ્માર્ટફોન, નેટવર્ક વિના પણ કરી શકશો CALL

નવી દિલ્હી: ચીન (China) ની એક ઓરિજનલ ઇક્વિપ્મેન્ટ મેન્યુફેક્ચરર (OEM), Mony એ Mony Mint નામની એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જે એટલો હલકો અને નાનો છે કે તેને 4G નેટવર્ક વડે ચાલનાર દુનિયાનો સૌથી નાનો સ્માર્ટફોન કહેવામાં આવી રહ્યો છે. ચીની કંપની Mony ચીન અને હોંગકોંગ, બંને જગ્યાએ ખૂબ લોકપ્રિયતા મળી રહી છે. આવો જાણીએ દુનિયના સૌથી નાનાકડા સ્માર્ટફોન (Smartphone) માં શું-શું ફીચર્સ છે...

કેવો દેખાય છે Mony Mint
આ ફોન (Smartphone) ની પતળી ડિઝાઇન તેને દેખાવમાં ખૂબ સુંદર બનાવે છે. Mony Mint ની ટચ ડિસ્પ્લે 3-ઇંચની છે જે એક પામ ફોનથી પણ 0.3-ઇંચ નાનો છે. ફોનની સાઇડમાં ફક્ત વોલ્યૂમ અને પાવરના બટન અને એક USB-C પોર્ટ છે. 

જાણો સ્ટોરેજના ફીચર વિશે
તેમાં 3GB RAM અને 64GB ની ઇન્ટરનલ સ્ટોરેજ છે. સાથે જ તેની આ ઇન્ટરનલ સ્ટોરેજ એક SD કાર્ડ સ્લોટની મદદથી 164GB સુધી વધારી શકાય છે. Mony Mint માં કેટલી એપ્સ પહેલાંથી જ ઇન્સ્ટોલ્ડ હશે અને આ એક ડુઅલ સિમવાળો સ્માર્ટફોન (Smartphone) હશે. 

બેટરી અને બીજા ફીચર્સ પણ છે કમાલ!
1250mAh ની બેટરી સાથે આ ફોન ફૂલ બેટરી પર 72 કલાક એટલે કે લગભગ 3 દિવસ સુધી ચાલશે. આ ફોન એંડ્રોઇડ 9 પર કામ કરશે. 

શું છે તેમાં ખાસ?
Mony Mint ઘણા બધા વાયરલેસ નેટવર્ક્સ (Wireless Network) સાથે કામ કરી શકશે જે તેનું સૌથી ખાસ ફીચર છે. આ ફીચરની મદદથી યૂઝર તે જગ્યા પણ વાયરલેસ કોલ્સ કરી શકશે જ્યાં નેટવર્કની સમસ્યા હોય અથવા નેટવર્ક આવતું ન હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news