ગ્રેટર નોઇડામાં પ્રથમ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ, આટલા રૂપિયામાં થશે ચાર્જ

ઇલેટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનવાની સહ્રૂઆત દેશમાં થઇ ગઇ છે. પંપમાં વિજળી પુરી પાડવા માટે એનટીપીસી મદદ કરશે. ગ્રેટર નોઇડાના હબીબપુરની પાસે શરૂ કરવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશનમાં એક્સાથે ચાર વાહન ચાર્જ કરી શકાશે. એક ફોર વ્હીલરને ચાર્જ કરવામાં 70 મિનિટનો સમય લાગશે.

ગ્રેટર નોઇડામાં પ્રથમ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ, આટલા રૂપિયામાં થશે ચાર્જ

નવી દિલ્હી: ગૌતમબુદ્ધ નગર જિલ્લાના ગ્રેટર નોઇડામાં પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ થઇ ગયું છે. આ ચાર્જિંગ સ્ટેશન હબીબપુરની નજીક આવેલા ઇન્ડીયન ઓઇલના પંપ પર શરૂ કરવામાં આવ્યું છે. આ ચાર્જિંગ સ્ટેશનને ઇન્ડીયન ઓઇલ અને એનટીપીસીએ મળીને શરૂ કર્યું છે. અહીં એક વાહનને ચાર્જ કરવામાં 70 મિનિટનો સમય લાગે છે. તમને જણાવી દઇએ કે પ્રદૂષણ ઓછું કરવાના અભિયાન હેઠળ ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મુકવામાં આવી રહ્યો છે. 

એક સાથે ચાર વાહન થશે ચાર્જ
ઇલેટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનવાની સહ્રૂઆત દેશમાં થઇ ગઇ છે. પંપમાં વિજળી પુરી પાડવા માટે એનટીપીસી મદદ કરશે. ગ્રેટર નોઇડાના હબીબપુરની પાસે શરૂ કરવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશનમાં એક્સાથે ચાર વાહન ચાર્જ કરી શકાશે. એક ફોર વ્હીલરને ચાર્જ કરવામાં 70 મિનિટનો સમય લાગશે. માંગ વધવાની સાથે જ અહીં ચાર્જિંગ પોઇન્ટ વધારવામાં આવશે જેથી લોકોને સરળતા રહે. 

આઠ રૂપિયા પ્રતિ યૂનિટ ચાર્જ થશે
ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનમા6 8 રૂપિયા પ્રતિ યૂનિટના હિસાબે પૈસા લેવામાં આવશે. જોકે આ કિંમત શરૂઆતના એક મહિના માટે છે. ત્યારબાદ તેના દર નક્કી કરવામાં આવશે. સંભવ છે કે તેના દરમાં વધારો કરવામાં આવશે. હાલ આ ચાર્જિંગ સ્ટેશન પર તેના ટ્રાયલને જોતાં કોઇ ચાર્જ લગાવવામાં આવ્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news