ઇલેક્ટ્રિક વાહન

હવે તમે તમારી જૂની બાઇકના બદલામાં લઇ જાવ નવું ઇલેક્ટ્રિક વાહન, લોન્ચ કરી Exchange Offer

જૂના ટુ વ્હીલર વાહનો માટે ઓનલાઇન માર્કેટ પ્લેસ CredR અને હીરો ઇલેક્ટ્રિકએ બુધવારે કોઇપણ જૂના પેટ્રોલ ટુ વ્હીલર વાહનના બદલામાં ઇ-સ્કૂટર અથવા ઇ-બાઇક ખરીદવા માટે એક્સચેંજ ઓફરની જાહેરાત કરી છે.

Nov 11, 2020, 08:11 PM IST

સુઝુકી મોટર્સ પણ ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક સ્કૂટર, ટૂંક સમયમાં શરૂ થશે ટ્રાયલ

ઇલેક્ટ્રિક વાહનોને લઇને સરકારની નીતિઓને જોતાં જાપાનની દ્વિચક્રી વાહન નિર્માતા કંપની સુઝુકી મોટર્સ પણ ઇલેક્ટ્રિક વાહન લાવવાની તૈયારી કરી શકે તૈયારી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંક સમયમાં રસ્તા પર ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ શરૂ કરશે.

Nov 11, 2019, 03:51 PM IST

ભંગાર થઇ જશે 15 વર્ષથી જૂના વાહનો, મોદી સરકારે બનાવ્યો આ માસ્ટર પ્લાન

ઇલેક્ટ્રિક વાહનોને મોટાપાયે પ્રોત્સાહન આપવા માટે સરકારે શુક્રવારે મોટર વાહન અધિનિયમમાં સુધારાનો પસ્તાવ મુક્યો છે જેના હેઠળ 15 વર્ષથી જૂના વાહનોના ઉપયોગ હટાવીને ભંગારમાં મોકલવાની જોગવાઇ કરી છે. સૂચનાના ડ્રાફ અનુસાર સરકારની યોજના છે કે 15 વર્ષ જૂના વાહનોને ઠીક-ઠાક હોવાનું પ્રમાણપત્રનું નવીનીકરણ છ મહિનામાં કરાવવામાં આવશે. હાલમાં આ નવીનીકરણ કરવાની સમયમર્યાદા એક વર્ષની છે.

Jul 29, 2019, 12:45 PM IST

ઇલેક્ટ્રિક કાર લેનારાઓ માટે આ કંપનીની ભેટ, નોઇડામાં બનશે 100 ચાર્જિંગ સ્ટેશન

સરકારી કંપની ઇઇએસએલ (EESL) એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે નોઇડા ઓથોરિટીની સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ કંપની નોઇડામાં લગભગ 100 ચાર્જિંગ સ્ટેશન બનાવશે. વિજળી મંત્રાલયના આધીન આવનાર એનર્જી એફિશિએન્સી સર્વિસ લિમિટેડ (ઇઇએસએલ)એ એક નિવેદનમાં કહ્યું ઇઇએસએલએ નોઇડામાં લગભગ 100 પલ્બિક ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ઓથોરિટી સાથે કરાર કર્યો છે. આ કરારનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે. તેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સંબંધિત ઇંફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે અને ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં તેજી આવશે. 

Jul 26, 2019, 11:48 AM IST

ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 કાર્સ, એકવાર ચાર્જ કરતાં દોડશે 250KM

સરકારે બજેટ 2019માં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર છૂટ આપી છે. ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટક કરવા માટે જીએસટી પરિષદમાં કહેવામાં આવ્યું હતું. સાથે જ ઇલેક્ટ્રિક વાહન માટે લેવામાં આવેલી લોનના 1.50 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ઇનકમ ટેક્સમાં છૂટ મળશે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી છૂટના લીધે કંપનીઓ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં લાગી ગઇ છે. તાજેતરમાં જ હ્યુન્ડાઇએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર કોના લોન્ચ કરી છે. આ વો જાણીએ એવી જ ઇલેક્ટ્રિક કારો વિશે જે ટૂંક સમયમાં માર્કેટમાં આવવાની છે. 

Jul 15, 2019, 04:22 PM IST

GST કાઉન્સિલમાં આ મુદ્દાઓ પર થશે વાત, નાણામંત્રી આપી શકે છે મોટી ભેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની પ્રથમ બેઠક થશે. આ બેઠકમાં અન્ય મુદ્દાઓ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) પર જીએસટી (GST) દરને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા અને રાષ્ટ્રીય એન્ટી-પ્રોફિટ ઓથોરિટી (NAA)ને 1 વર્ષનો વિસ્તાર આપવા પર વિચાર કરવામાં આવી શકે છે. 

Jun 21, 2019, 08:34 AM IST

દિલ્હીમાં શરૂ થયું પહેલું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન, સરળતાથી ચાર્જ થશે ઇ-કાર

દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખતાં દિલ્હી સરકાર ઇ વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પ્રકારના કામ કરી રહી છે. આ કડીમાં દિલ્હીના ઉર્જા મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે સાઉથ એક્સ પાર્ટ-2 સ્થિત બીએસઇએસ ગ્રિડમાં પહેલાં સ્માર્ટ પબ્લિક ઇલેક્ટ્રોક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું.

Jun 12, 2019, 03:58 PM IST

IIT સ્ટાર્ટ અપ દ્વારા નિર્મિત PURE EV મે મહિનામાં ઉતારશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર

આઇઆઇટી હૈદ્વાબાદ દ્વારા સહાયતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ પ્યોર ઇવીની યોજના આગામી મહિને દેશભરમાં વિજળીથી ચાલતા ટુ વ્હીલર વાહન ઉતારતવાની છે. પ્યોર ઇવીએ ભારતીય પરિસ્થિતિઓ મુજબ વાહનોના વિકાસ માટે રિસર્ચ અને ડેવલોપમેન્ટને 18,000 વર્ગ ફૂટમાં અતિઆધુનિક પ્લાન્ટ લગાવ્યા છે. કંપનીએ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં તેમનો ટાર્ગેટ લક્ષ્ય દસ હજાર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ છે. પ્યોર ઇવી હૈદ્વાબાદના એક સ્ટાર્ટઅપ PuREnergy નો ભાગ છે, જે ઇ-વાહનો પર કામ કરી રહ્યા છે. 

Apr 30, 2019, 02:55 PM IST

ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી માટે લેવી પડશે આ ખાસ પરમિટ

ફેમ ઇન્ડીયા યોજનાનો લાભ લેવા માટે થ્રી અથવા ફોર વ્હીલર વાહન ખરીદતી વખતે સરકારી એજન્સી પાસેથી પ્રાપ્ત પરમિટમાં સ્પષ્ટપણે લખેલું હોવું જોઇએ કે આ વાહન ફક્ત સાર્વજનિક પરિવહન માટે ઉપયોગ થશે. ત્યારે સબસિડીનો લાભ મળી શકે છે.

Mar 27, 2019, 03:57 PM IST

ટૂંક સમયમાં લોન્ચ થશે Mahindra e-KUV100, જાણો કેવા હશે ફિચર્સ

કંપનીનું કહેવું છે કે લોન્ચિંગ વખતે સમય ઇ-કેયૂવી100 દેશની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી હશે. સંભાવના છે કે આગામી 6 મહિનામાં આ ઇલેક્ટ્રિક એસયૂવી ડીલરશિપ પર પહોંચવા લાગશે.

Mar 12, 2019, 04:47 PM IST

Avan Trend E ઇલેક્ટ્રિક સ્કૂટર પરથી ઉઠ્યો પડદો, જાણો ખાસ વાતો

Avan Motors એ બેંગ્લોરમાં ચાલી રહેલા Automobile Expo 2019 માં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Trend E રજૂ કર્યું હતું. Avan Trend E માં લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. ટ્રેંડ ઇ કંપનીની Xero સીરીઝ ઇલેક્ટ્રિક સ્કૂટર હેઠળ જ આવશે. તેને ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે.

Mar 12, 2019, 03:25 PM IST

ઇલેક્ટ્રિક વાહનોનો અહીં લાગશે મોટો મેળો, નવી ટેક્નોલોજી કરી દેશે આશ્વર્યચકિત

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની બીજી પ્રદર્શની 'ઇ-વ્હીકલ શો'નું આયોજન દિલ્હીમાં 22 માર્ચના રોજ શરૂ થશે. આ એક્સપોમાં ટાટા, મહિંદ્વા, કાઇનેટિક, ઓકાયા, બોશ અને અશોક લેલેંડ જેવી મુખ્ય કંપનીઓ પોતાના ઇ-વાહન સાથે સંકળાયેલા ઉત્પાદનો રજૂ કરશે.

Mar 5, 2019, 10:23 AM IST

ઇલેક્ટ્રિક કાર 30 રૂપિયામાં 22km દોડશે, 15 મિનિટમાં થઇ જશે ચાર્જ

મોંઘા ઇંધણ અને વધતા જતા પ્રદૂષણને ઓછું કરવાના ઉદ્દેશ્યથી નીતિ આયોગે દેશમાં ઇલેક્ટ્રિક કારોને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજના બનાવી છે. તેનાથી તમે ફક્ત 30 રૂપિયા ખર્ચીને 22 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશો. સારી વાત એ છે કે આ યોજનાને વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ મંજૂરી મળી ગઇ છે. આયોગની આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન, રોડ ચાર્જમાં પણ છૂટ મળી શકે છે.

Feb 12, 2019, 11:58 AM IST

ઇલેક્ટ્રોનિક વાહનોને લઇને મોદી સરકારનો મોટો પ્લાન, અહીં બનાવશે 40 ચાર્જિંગ સ્ટેશન

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ, મોંઘી કારોનું મોંઘુ મેંટેનેંસ અને સતત વધતુ જતું પ્રદૂષણ, આ બધામાંથી છુટકારો મેળવવા માટે કેંદ્વ સરકાર સતત ઇલેક્ટ્રોનિક વાહનોની ભલામણ કરી જોવા મળી રહી છે. હવે સરકારે વધુ એક મોટું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. 

Jan 4, 2019, 04:26 AM IST

આ બેટરી 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને કરી દેશે ચાર્જ, જાણો સુવિધા

આગામી સમય ઇલેક્ટ્રિક કારો અથવા વાહનોનો હશે. વાહન કંપનીઓ તેના પર જોરશોરથી કામ કરી રહી છે. પરંતુ તેમાં એક પડકાર છે બેટરી. જલદી ગાડીઓને ચાર્જ કરવાનો પડકાર છે.

Dec 24, 2018, 02:56 PM IST

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ થશે 50,000 સુધી સસ્તા, પેટ્રોલ-ડીઝલ કાર્સ ખરીદનારાઓના ખિસ્સા થશે ખાલી

સરકાર એક નવી યોજના તૈયાર કરી રહી છે જેના હેઠળ નવી પેટ્રોલ અથવા ડીઝલ કાર ખરીદનારાઓ પર 12,000 રૂપિયાનો ચાર્જ લાગશે. આ પ્રકારે એકઠા કરેલા પૈસાથી ઇલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી મેન્યુફેક્ચરિંગ પર છૂટ આપવામાં આવશે. આ નીતિને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવામાં આવી શકે છે.

Dec 19, 2018, 03:22 PM IST