ઇમરાન ખાનની પાર્ટીએ હિન્દીમાં કર્યું ટ્વિટ, તો કુમાર વિશ્વાસે આ રીતે ઉડાવ્યો મજાક...

ભારતના કૂટનીતિક દબાણની સામે 60 કલાકની અંદર દેશના વીર સૈનિક વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાનના લોકો તેને પીએમ ઇમરાન ખાનની ઉદારતા તરીકે જોઇ રહ્યા છે.

ઇમરાન ખાનની પાર્ટીએ હિન્દીમાં કર્યું ટ્વિટ, તો કુમાર વિશ્વાસે આ રીતે ઉડાવ્યો મજાક...

નવી દિલ્હી: અભિનંદનની વાપસી બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે બોર્ડર પર તણાવ ઓછો થતો નથી. ભારતના કૂટનીતિક દબાણની સામે 60 કલાકની અંદર દેશના વીર સૈનિક વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાનના લોકો તેને પીએમ ઇમરાન ખાનની ઉદારતા તરીકે જોઇ રહ્યા છે. ત્યારબાદથી જ તેમને શાંતિ પુરસ્કાર આપવાની માગ થવા લાગી છે. નોબલ શાંતિ પુરસ્કારને લઇને હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નિવેદન આપ્યું છે. તેમના નિવેદનને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે પોસ્ટ કરી છે. આ નિવેદનને પીટીઆઇએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર હિન્દીમાં મુક્યું છે. જેના પર ડૉ. કૂમાર વિશ્વાસે મજાક ઉડાવ્યો છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા નોબલ શાંતિ પુરસ્કાર પર શુદ્ધ હિન્દીમાં ટ્વિટ કર્યું. આ ટ્વિટ પર કવિ ડૉ. કુમાર વિશ્વાસે મજાક ઉડાવી છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું કે ‘ભારત ને હિન્દી કર દી ઇનકી’.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના ખાનને ઉદ્ધત કરતા ટ્વિટ કર્યું, હું નોબલ શાંતિ પુરસ્કારના યોગ્ય નથી. તેનો યોગ્ય વ્યક્તિ તે હશે જે કાશ્મીરી લોકોની ઇચ્છા અનુસાર કાશ્મીર વિવાદનું સમાધાન કરે છે અને ઉપમહાદ્વિુપમાં શાંતી તેમજ માનવ વિકાસનો માર્ગ પ્રશસ્ત કરે છે.

તમને જણાવી દઇએ કે બે માર્ચે પાકિસ્તાનની નેશનલ એસમ્બલીના સચિવાલયને એક પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે., જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાનો ખાનનો નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો છે. પ્રસ્તાવના અનુસાર ખાનના વર્તમાન તણાવમાં જવાબદારી પૂર્વક કાર્ય કર્યુ અને તેઓ નોબલ શાંતિ પુરસ્કારના હકદાર છે.

— Dr Kumar Vishvas (@DrKumarVishwas) March 4, 2019

કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવનો શહીદ થયા હતા. ત્યાર બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો હતો. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના પ્રશિક્ષણ શિબિર પર હુમલો કર્યો હતો. તેના બીજા દિવસે પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news