Jio થી સસ્તું High Speed Internet આપી રહી છે આ કંપની, સાથે મળશે OTT અને TV Channels

Jio અને Airtel થી પણ સસ્તું હાઈસ્પીડ ઈન્ટરનેટ ખરીદવા ઈચ્છો છો તો તમને એક કંપનીઓ વિશે જણાવી રહ્યાં છીએ. તેની મદદથી તમને ઈન્ટરનેટ સાથે ઓટીટી સબ્સક્રિપ્શન પણ મળવાનું છે. 

Jio થી સસ્તું  High Speed Internet આપી રહી છે આ કંપની, સાથે મળશે OTT અને TV Channels

નવી દિલ્હીઃ આજકાલ ઈન્ટરનેટ આપણા મનોરંજનનો એક મોટો ભાગ બની ગયું છે. હવે આપણે ટીવી વગર ઓટીટી (Over-The-Top) પ્લેટફોર્મ દ્વારા પોતાના પસંદગીના વીડિયો, શો અને ફિલ્મોનો આનંદ લઈ શકીએ છીએ અને ઈન્ટરનેટ પેકેજ પણ ખુબ સ્પીડી થઈ ગયા છે. આ પેકેજમાં તમને  Netflix, Amazon Prime, અને Disney+ Hotstar જેવા ઓટીટી પ્લેટફોર્મ્સનું એક્સેસ પણ મળે છે.

હવે નપા પ્લાન્સ આવ્યા છે, જેમાં તમને ટીવી + ઓટીટી + હાઈસ્પીડ ઈન્ટરનેટ બધુ એક સાથે મળે છે. આ નવા પ્લાન્સ બ્રોડબેન્ડ કંપનીઓ લાવી છે, જે તમને મનોરંજન માટે દરેક વસ્તુ એક જગ્યા પર આપે છે. તમે બસ એક પેકેજની પસંદગી કરો અને મનોરંજનની મજા ઉઠાવો.

Excitel TV Plan: Excitel એ તાજેતરમાં એક નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 400 Mbps નું વાઈ-ફાઈ 21 OTT પ્લેટફોર્મ (જેમ કે Disney+ Hotstar અને Sony Liv), અને 550+ (જેમ કે Colors અને Star, Discovery)સામેલ છે. આ પ્લાનની કિંમત 734 રૂપિયાથી શરૂ થાય છે.

Jio Fiber પ્લાન: આ પ્લાનમાં તમને 100 Mbps ની સ્પીડ, 550+ લાઈવ ટીવી ચેનલ્સ અને 13  13 OTT એપ્સ (જેમ કે Disney+ Hotstar અને Sony Liv)નો આનંદ ઉઠાવવાની તક મળે છે અને  DTH સેવાઓ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ બધી સુવિધા માત્ર 899+GST પર ઉપલબ્ધ છે. 

Airtel Xstream Plan: Airtel ના બ્રોડબેન્ડ પ્લાનમાં પણ તમને આ સુવિધાઓ મળે છે. 200 Mbps સુધી ઈન્ટરનેટ સ્પીડ, 12 ઓટીટી એપ્સ અને 350 લાઇવ ટીવી ચેનલ, જે માત્ર 1099 + જીએસટીમાં ઉપલબ્ધ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news