ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી ચગ્યો! જાણો ગુજરાતના શિક્ષણમંત્રીએ શું આપ્યું મોટું નિવેદન?

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે અમે લાયકાત મુજબ જ નોકરી આપીએ છીએ. કોંગ્રેસના સમયમાં ફક્ત ભલામણો જ ચાલતી હતી. અમે જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી અને અત્યાર સુધી 12 હજારથી વધુ જ્ઞાન સહાયકોને નિમણૂંક આપી છે.

ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી ચગ્યો! જાણો ગુજરાતના શિક્ષણમંત્રીએ શું આપ્યું મોટું નિવેદન?

ઝી બ્યુરો/ગાંધીનગર: ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવાની કોંગ્રેસે વિધાનસભામાં માગ કરી છે. આ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે અમે લાયકાત મુજબ જ નોકરી આપીએ છીએ. કોંગ્રેસના સમયમાં ફક્ત ભલામણો જ ચાલતી હતી. અમે જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી અને અત્યાર સુધી 12 હજારથી વધુ જ્ઞાન સહાયકોને નિમણૂંક આપી છે. જો કે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે.

મહત્વનું છે કે વર્ષ 2022માં ટેટ-1 અને ટેટ-2ના 5 હજારથી વધુ ઉમેદવારોની ભરતી કરાઈ છે પરંતુ વર્ષ 2023માં ટેટ-1 અને ટેટ-2ની એક પણ કાયમી ભરતી થઈ નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી કરાઈ છે જેનો ઉમેદવારો સખત વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રીએ કહ્યું; જ્ઞાન સહાયકની ભરતી એ કાયમી ભરતી નથી.

ગુજરાતના 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ
ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથળેલી હાલતમાં છે જ તેવામાં હવે ઓરડાની ઘટ હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ ઓરડા નવા બનાવ્યા છે. પરંતુ હજુ પણ 9 હજાર 153 ઓરડાની ઘટ છે. તો ગુજરાતના 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે.

387 શિક્ષકોની ઘટ હોવાનું શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું
ગીર સોમનાથ જિલ્લામાં 68 શિક્ષકની ઘટ, અમરેલી જિલ્લામાં 384 શિક્ષકોની ઘટ, રાજકોટ જિલ્લામાં 725 શિક્ષકોની ઘટ, નવસારી જિલ્લામાં 324 શિક્ષકોની ઘટ, નર્મદા જિલ્લામાં 333 શિક્ષકો અને વલસાડ જિલ્લામાં 387 શિક્ષકોની ઘટ હોવાનું શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news