Motorola ના સ્માર્ટફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ ઓફર, ખાસ જાણો વિગતો 

સેલ દરમિયાન Motorola ના સ્માર્ટ ફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ મળશે.

Motorola ના સ્માર્ટફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ ઓફર, ખાસ જાણો વિગતો 

નવી દિલ્હી: Flipkart Big Billion Days આવતી કાલથી એટલે કે 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. સેલ દરમિયાન Motorola ના સ્માર્ટ ફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ મળશે. Big Billion Days Sale દરમિયાન મોટોરોલાના લેટેસ્ટ સ્માર્ટફોન જેમ કે Motorola G60, Motorola G40 Fusion, Motorola Edge 20 5G અને Motorola Edge 20 Fusion ખુબ જ સસ્તા ભાવે મળશે. મોટોરોલાના ફોનમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે તે ખાસ જાણો. 

Motorola G60 ફોન આટલો સસ્તો મળશે
Motorola G60 ની કિંમત 21,900 રૂપિયા છે પરંતુ Flipkart Big Billion Days સેલ દરમિયાન 15,999 રૂપિયામાં મળશે. એટલે કે આ ફોન પર 6 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિવાઈસની યુએસપી 108 એમપી કેમેરો છે. મોટોરોલા જી 60 6 જીબી + 128 જીબી મેમરી કન્ફ્યૂગરેશન, સ્નેપડ્રેગન 732 જી પ્રોસેસર, 6.8 ઈંચ ડિસ્પલે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે. આ મોબાઈલ માટે લિનોવોના થિંકશીલ્ડ સાથે બિઝનેસ ગ્રેડ સુરક્ષા પણ મળે છે. આ સાથે 6000mAh ની દમદાર બેટરી મળે છે. આ સ્માર્ટફોન Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. 

Motorola G40 Fusion પર આટલું ડિસ્કાઉન્ટ
Motorola G40 Fusion ની કિંમત આમ તો 16,999 રૂપિયા છે. પરંતુ Flipkart Big Billion Days સેલ દરમિયાન 12,999 રૂપિયા મળશે. એટલે કે આ ફોન પર 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. Moto G40 Fusion સ્માર્ટફોનમાં 6.8 ઈંચનું FHD Plus HDR10 ડિસ્પ્લે છે. તેનો રિફ્રેશ્ડ રેટ 120 Hz છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પ્રોસેસર તરીકે ફોનમાં ક્વોલકોમ Snapdragon 732G નો સપોર્ટ મળશે. ફોટોગ્રાફી માટે ફોનના બેક પેનલ પર ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઈમરી કેમેરા 64MP નો હશે. આ ઉપરાંત 118 અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને માઈક્રો લેન્સનો સપોર્ટ મળશે. આ સાથે જ એક ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. પાવરબેકઅપ માટે ફોનમાં 6000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. જેને સિંગલ ચાર્જમાં દિવસભર આરામથી ઉપયોગમાં લઈ શકાશે. 

Motorola Edge 20 Fusion 5G પણ જબરદસ્ત સસ્તો મળશે
Motorola Edge 20 Fusion 5G ની કિંમત આમ તો 24,999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ સેલમાં આ ફોન 19,999 રૂપિયામાં ખરીદી શકાશે. એટલે કે ફોન પર 5 હજારનું ડિસ્કાઉન્ટ મળશે. તેમાં 6.70 ઈંચનું ડિસ્પ્લે, 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો, 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 5000mAh ની દમદાર બેટરી, 6GB RAM અને 128 GB ઈનબિલ્ટ સ્ટોરેજ મળે છે. 

Motorola Edge 20 5G પર આટલું ડિસ્કાઉન્ટ
Flipkart Big Billion Days સેલ દરમિયાન  Motorola Edge 20 5G 29,999 રૂપિયામાં મળશે. જ્યારે આ સ્માર્ટફોનની વાસ્તવમાં કિંમત 34,999 રૂપિયા છે. ફોન પર 5 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે. તેમાં 6.70 ઈંચનું ડિસ્પ્લે, 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો, 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 4000mAh ની દમદાર બેટરી મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news