સાવધાન! બાથરુમથી લઈને બેડરુમ સુધી, તમારી દરેક પ્રાઈવેટ વાત સાંભળી રહ્યા છે આ ગેઝેટ્સ, ઉપયોગ કરતાં પહેલા જાણી લો આ હકીકત

Smart Speaker: આપણા ઘરમાં રહેનારા સ્માર્ટ સ્પીકર્સ માત્ર આપણી વાતો સાંભળી જ શકે છે એવું નથી પરંતુ આપણી જાસૂસી પણ કરી શકે છે. કેટલાંક દિવસ પહેલાં મૈટ કૂન્ઝ નામના એક રિસર્ચરે આ વાતની માહિતી મેળવી કે હેકર્સ ગૂગલ હોમ સ્માર્ટ સ્પીકરને હેક કરીને તેનાથી લોકોની જાસૂસી કરી શકે છે. 

સાવધાન! બાથરુમથી લઈને બેડરુમ સુધી, તમારી દરેક પ્રાઈવેટ વાત સાંભળી રહ્યા છે આ ગેઝેટ્સ, ઉપયોગ કરતાં પહેલા જાણી લો આ હકીકત

google home speaker:  દીવાલને પણ કાન હોય છે. ભલે આ એક કહેવત હોય પરંતુ હવે તે હકીકતમાં થતું જોવા મળી રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે આપણા ઘરમાં રહેનારા સ્માર્ટ સ્પીકર્સ. જે માત્ર આપણી વાતો સાંભળી જ શકે છે એવું નથી પરંતુ આપણી જાસૂસી પણ કરી શકે છે. કેટલાંક દિવસ પહેલાં મૈટ કૂન્ઝ નામના એક રિસર્ચરે આ વાતની માહિતી મેળવી કે હેકર્સ ગૂગલ હોમ સ્માર્ટ સ્પીકરને હેક કરીને તેનાથી લોકોની જાસૂસી કરી શકે છે. 

કૂન્ઝ નેસ્ટ મિની સ્પીકરની સાથે છેડછાડ કરી રહ્યા હતા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ગૂગલ હોમ એપનો ઉપયોગ કરીને એક ફેક એકાઉન્ટ બનાવી શકે છે. આ એકાઉન્ટનો ઉપયોગ કરીને માઈક્રોફોન ફીડ સહિત સ્માર્ટ સ્પીકરનું રિમોટ એક્સેસ મેળવી શકે છે. આ એકાઉન્ટ સ્માર્ટ સ્પીકરને કમાન્ડ મોકલવા માટે ક્લાઉડ એપીઆઈનો ઉપયોગ કરે છે. આ એપીઆઈ અનેક કમ્ય્પૂટર પ્રોગ્રામને કમ્યુનિકેટ કરવાની અનુમતિ આપે છે.

રિસર્ચ માટે ગૂગલ તરફથી મળ્યું મોટું ઈનામ:
તેની મદદથી ડિવાઈસ નેમ, સર્ટિફિકેટ  અને ક્લાઉડ આઈડી સુધી હેક કરી શકાય છે. આ માહિતીની મદદથી હેકર ગૂગલ સર્વરને સ્માર્ટ સ્પીકરને લિંક કરવા માટે મેસેજ મોકલે છે. તેના પછી તેનો ઉપયોગ ઓનલાઈન ટ્રાન્જેક્શન, સ્માર્ટ અપ્લાયન્સીઝને કંટ્રોલ કરવા અને ફ્રન્ટ ડોરને અનલોક કરવા સુધી ઉપયોગ કરી શકાય છે. કૂન્ઝે તે અંગે એક વીડિયો પણ રેકોર્ડ કર્યો છે. અને આ રિસર્ચ માટે તેમને ગૂગલ તરફથી 1,07,500 ડોલરનું ઈનામ મળ્યું છે.

તમારા માટે કેટલું સેફ છે સ્માર્ટ સ્પીકર્સ:
એક્સપર્ટ્સનું માનીએ તો સ્માર્ટ સ્પીકર્સ બનાવનારી કંપનીઓ યૂઝર્સના કન્વર્ઝેશનને રેકોર્ડ કરી શકે છે. તેમનું માનીએ તો યૂઝર્સને સ્માર્ટ સ્પીકર્સને બેડરૂમ કે બાથરૂમમાં  ન રાખવું જોઈએ. કેમ કે કંપનીઓનું કહેવું છે કે તે કેટલાંક સમય માટે યૂઝર્સના વોઈસને રેકોર્ડ કરે છે. જેનાથી તે યૂઝર્સના કમાન્ડને યોગ્ય રીતે સમજી શકે. પરંતુ કોઈને ખબર નથી કે આ રેકોર્ડિંગનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. આથી આ સ્પીકર્સને કોઈપણ પ્રાઈવેટ સ્પેસમાં ન રાખવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news