Rishabh Pant: અકસ્માત બાદ રિષભ પંતે કર્યું પહેલું ટ્વીટ, દુવાઓ માટે માન્યો આભાર

ભારતીય ક્રિકેટર રિષભ પંતે મુશ્કેલ સમયમાં સાથ આપવા માટે ફેન્સ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો આભાર માન્યો છે. 

Rishabh Pant: અકસ્માત બાદ રિષભ પંતે કર્યું પહેલું ટ્વીટ, દુવાઓ માટે માન્યો આભાર

મુંબઈઃ Rishabh Pant Tweet: ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતે અકસ્માત બાદ પ્રથમ વખત ટ્વિટ કર્યું છે. રિષભ પંતે આ મુશ્કેલ સમયમાં તેને સાથ આપવા બદલ પ્રશંસકો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો આભાર માન્યો છે. પંતનું કહેવું છે કે તેની રિકવરીનો રસ્તો ખુલી ગયો છે અને તે આગળના પડકાર માટે તૈયાર છે.

રિષભ પંતનું પ્રથમ ટ્વિટ
ભારતીય વિકેટ કીપર બેટર રિષભ પંત ડિસેમ્બરમાં અકસ્માતનો શિકાર બન્યો હતો. જે બાદ રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત બાદ રિષભ પંતે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિકેટ કીપર બેટ્સમેને ટ્વીટ કરીને બધાનો આભાર માન્યો હતો. સાથે તેણે કહ્યું કે મારી સર્જરી સફળ રહી છે. આ સિવાય હવે હું ઝડપથી રિકવરી કરી રહ્યો છું. આગામી પડકાર માટે મારી જાતને તૈયાર કરી રહ્યો છું.

— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023

પંત ક્યારે પુનરાગમન કરી શકશે?
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ ઉપરાંત રિષભ પંતે પોતાના ટ્વીટમાં સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં તેમને સરકાર તરફથી ઘણો સહયોગ મળ્યો. ઋષભ પંતના ટ્વિટ પછી ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકો વિકેટ કીપર બેટ્સમેન જલદી ફિટ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, એવું માનવામાં આવે છે કે ઋષભ પંત આગામી લાંબા સમય સુધી પુનરાગમન કરી શકશે નહીં. આ રીતે ઋષભ પંત IPL, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ODI વર્લ્ડ કપ સિવાય આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news