શું તમે જાણો છો કેમ વારંવાર હેંગ થાય છે ફોન? દુકાનવાળા પણ ક્યારેય નહીં કરે સાચી વાત

Smartphone Hang Remedies: આજે આ લેખમાં અમે તમને ફોન હેંગ થવાનું કારણ અને તેને ઠીક કરવાની 3 સરળ રીતો જણાવીશું. આ ઉપાયો કરવાથી તમારો ફોન iPhoneની જેમ ચાલવા લાગશે.

શું તમે જાણો છો કેમ વારંવાર હેંગ થાય છે ફોન? દુકાનવાળા પણ ક્યારેય નહીં કરે સાચી વાત

How to Save Smartphone from Hanging: ઘણીવાર તમે જોયું હશે તો ફોન હેંગ થવાની સમસ્યા લગભગ દરેકને જોવા મળતી હોય છે. નવો ફોન લીધાના થોડા સમયમાં જ આ સમસ્યા ઉભી થતી હોય છે. આ એક કોમન સમસ્યા છે. એના માટે તમારી પૈસા પડી ગયા એવું સમજીને ફરી નવો મોબાઈલ લેવા દુકાને દોડવાની જરૂર નથી. અહીં સૌથી પહેલાં એ જાણી લો કે આખરે આ મોબાઈલમાં એવું તો શું હોય છે, કે વારંવાર હેંગ થાય છે. કારણ જણ્યાં બાદ તેનો ઈલાજ કરવામાં આવશે. ઈલાજ એ રીતે કે, જે કારણથી ફોન વારંવાર હેંગ થાય છે એ કારણ દૂર કરવામાં આવશે. એ બધુ કેવી રીતે કરીશું જાણો આ અહેવાલમાં વિગતવાર...

શું વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો મોબાઈલ લેવાની જરૂર નથી જાણો ફોન ઠીક કરવાના આ સરળ ઉપાય. જો તમારો ફોન જુનો હશે તો આ હેંગ થવાની સમસ્યા તમને ખુબ જ થતી હશે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જો ફોન ક્યારેક-ક્યારેક હેંગ થઈ જાય તો તેને સ્વીચ ઓફ કરીને ફરી ચાલુ કરવો જોઈએ. પરંતુ જો આ સમસ્યા દરરોજ થાય છે, તો તમારે અન્ય પગલાં લેવાની જરૂર છે. આજે અમે તમને સ્માર્ટફોન હેંગ થવાના 3 મોટા કારણો અને તેની સ્પીડ વધારવાની રીતો જણાવીશું.

સ્ટોરેજની ક્ષમતાનું પણ ધ્યાન રાખો-
દરેક સ્માર્ટફોનની સ્ટોરેજ ક્ષમતા અલગ-અલગ હોય છે. જો આપણે આપણા ફોનમાં વધુ વીડિયો, ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ્સ સ્ટોર કરવાનું શરૂ કરીએ તો તેની સ્પીડ ઘણી ઓછી થઈ જાય છે. તેથી તમારા ફોનમાં કેટલી સ્ટોરેજ છે તેના પર ધ્યાન આપો. જો તમે આને ધ્યાનમાં રાખશો તો તમારો ફોન આપોઆપ હાઈ સ્પીડ પર ચાલશે.

ફોનના RAMની ક્ષમતા ચકાસી લો-
ફોન કેટલી ઝડપથી ચાલી શકે છે તે તેની રેમ પર ઘણી હદ સુધી આધાર રાખે છે. મોટા ભાગના લોકો તેમના ફોનની રેમ ચેક કર્યા વગર જ હાઈ ગ્રાફિક્સ ગેમ રમવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં ફોન આપોઆપ હેંગ થવા લાગે છે.  આ પરિસ્થિતિથી છુટકારો મેળવવા માટે તમારે અત્યારે જ તમારા ફોનમાંથી બિનજરૂરી એપ્સને કાઢી નાખવી પડશે. જો તમે આવી નકામી એપ્સ કાઢી નાંખશો, તો ફોન ઝડપથી કામ કરવા લાગશે.

ફોનને વધુ ચાર્જ કરવાનું ટાળો-
મોટાભાગના લોકો ફોનને ચાર્જિંગ પર મૂકીને ભૂલી જાય છે. સતત ચાર્જિંગને કારણે ફોન વધુ ગરમ થઈ જાય છે, જેના કારણે તેનું મધર બોર્ડને નુકશાન થાય છે. મધર બોર્ડની અસરને કારણે ફોન હેંગ થવા લાગે છે એટલે કે તેની સ્પીડ ઘટી જાય છે. ત્યારે તમે ફોન ચાર્જ થયા પછી તરત જ ચાર્જિંગમાંથી કાઢી લો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news