Gmail Blue Tick: હવે જીમેલ પર શરૂ થયો બ્લુ ટિકનો ખેલ! જાણો કોને થશે તેનો ફાયદો
Gmail Blue Verification: હવે Gmail પર પણ બ્લુ ટિક મળવાનું શરૂ થઈ ગયું છે. જોકે, આ બ્લુ ટિક માત્ર પસંદગીના યુઝર્સને જ આપવામાં આવી રહી છે. આવો જાણીએ, કોણ છે આ યુઝર્સ?
Trending Photos
Gmail Blue Tick: ટેક જાયન્ટ્સ વચ્ચે જાણે બ્લુ ટિકની લડાઈ શરૂ થઈ ગઈ છે. ટ્વિટરની બ્લુ ટિક ચર્ચાનો વિષય બન્યા બાદ મેટાની બ્લુ ટિકની વિગતો સામે આવી હતી. વેરિફિકેશન ચેકમાર્ક એ માત્ર ટ્વિટર અથવા મેટાનો ખ્યાલ નથી, પરંતુ YouTube, Pinterest, TikTok અને અન્ય ઘણા ડિજિટલ પ્લેટફોર્મ પણ વેરિફિકેશન ટિક પ્રોવાઈડ કરે છે. LinkedIn એ પણ તાજેતરમાં વેરિફિકેશન બેજ પેશ કર્યા છે. હવે લાગે છે કે ગૂગલ પણ બ્લુ ટિકનો ખેલ શરૂ કરવા જઈ રહ્યું છે. લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગૂગલ તેની જીમેલ સર્વિસમાં કેટલાક સિલેક્ટેડ યુઝર્સના નામની સામે બ્લુ ચેકમાર્ક શરૂ કરવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો:
Sushant Singh Rajput ની આ સુપરહિટ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ
OYO, BMW, Vodafone શું તમે આ વારંવાર વપરાતા શબ્દોના Full Forms જાણો છો?
ચંદ્રગ્રહણ પર રહેશે ગજલક્ષ્મી રાજયોગની અસર, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ!
આ વપરાશકર્તાઓને Gmail પર મળશે બ્લુ ટિક
કંપનીએ બુધવારે જાહેરાત કરી હતી કે Google તેમની વેરિફિકેશન માટે Gmail પર કેટલાક ચોક્કસ સેન્ડર્સના નામ પસંદ કરી બ્લુ ટીક આપવા જઈ રહ્યું છે, ટેકક્રંચના અહેવાલ અનુસાર નવા બ્લુ ટીકમાર્ક આપમેળે એવી કંપનીઓના નામની બાજુમાં દેખાશે કે જેમણે Gmail ના હાલના બ્રાંડ ઇન્ડિકેટર ફોર મેસેજ આઇડેન્ટિફિકેશન (BIMI) ફીચરને અપનાવ્યું છે.
BIMI ફીચર શું છે?
BIMI ફીચર 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે જો તમે બ્રાન્ડના નામની બાજુમાં વાદળી ચેકમાર્ક જુઓ છો, તો તેનો અર્થ એ છે કે બ્રાન્ડે BIMI ફીચર અપનાવ્યું છે. ગૂગલનું કહેવું છે કે આ અપડેટ યુઝર્સને માન્ય સેન્ડર્સ ઓળખવામાં મદદ કરશે. જેમ કે, તમે કંપની દ્વારા જ મોકલવામાં આવનાર વાદળી ચેકમાર્ક સાથેના મેઇલ પર વિશ્વાસ કરી શકો છો.
આ પણ વાંચો:
પાટીદારો વટ છે તમારો: આ ભારતીય બિઝનેસમેને USમાં કર્યા મ્હોંફાટ વખાણ, જાણો શું છે કેસ
રાશિફળ 5 મે: આ જાતકોને ગ્રહ ગોચર કરાવશે મબલક લાભ, તમારી પ્રગતિ જોઈને આંખો અંજાઈ જશે
ઘરમાં આ જગ્યાએ રાખો માતા લક્ષ્મીની મૂર્તિ, રાતોરાત બદલશે ભાગ્ય, ધનની નહીં રહે ખામી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે