આંખોના ઈશારા પર થશે મની ટ્રાન્સફર, Google Payનું નવુ ફીચર છે અફલાતૂન

જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ ગૂગલ પે (Google Pay)નો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. ગૂગલ પેએ પોતાના યુઝર્સને નવુ ફીચર આપ્યું છે. તેના દ્વારા તમને મની ટ્રાન્સફર (Money transfer) કરવા માટે કોઈ પણ કોઈ પણ પ્રકારના પિન (UPI) નાખવાની જરૂર નહિ પડે. માત્ર તમારી આંગળી કે ચહેરો બતાવીને ટ્રાન્ઝેક્શન પૂરુ કરી શકશો. ગૂગલ પેએ પોતાની એપ પર બાયોમેટ્રિક સિક્યોરિટી ફિચર જોડી દીધું છે.
આંખોના ઈશારા પર થશે મની ટ્રાન્સફર, Google Payનું નવુ ફીચર છે અફલાતૂન

નવી દિલ્હી :જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ ગૂગલ પે (Google Pay)નો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. ગૂગલ પેએ પોતાના યુઝર્સને નવુ ફીચર આપ્યું છે. તેના દ્વારા તમને મની ટ્રાન્સફર (Money transfer) કરવા માટે કોઈ પણ કોઈ પણ પ્રકારના પિન (UPI) નાખવાની જરૂર નહિ પડે. માત્ર તમારી આંગળી કે ચહેરો બતાવીને ટ્રાન્ઝેક્શન પૂરુ કરી શકશો. ગૂગલ પેએ પોતાની એપ પર બાયોમેટ્રિક સિક્યોરિટી ફિચર જોડી દીધું છે.

ઝક્કાસ બિઝનેસ આઈડિયા, 5 હજારનું ઈન્વેસ્ટમેન્ટ કરો, અને 50 હજાર કમાવો

અત્યાર સુધી ગૂગલ પેથી પેમેન્ટ કરનારાઓને મની ટ્રાન્સફર કરવા માટે પિન નાખવાની જરૂર પડતી હતી. પિન ઓથેન્ટિફિકેશન પૂરુ થવા પર જ ટ્રાન્ઝેક્શન થતું હતું. તેથી હવે નવા ફીચર સાથે યુઝર્સ જલ્દી, સરળતાથી અને પહેલેથી વધુ સિક્યોર્ડ ટ્રાન્ઝેક્શન કરી શકશો. કંપનીનો દાવો છે કે, આ ફીચરથી રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પહેલેથી વધુ સિક્યોર રહેશે.

Birthday Pics... શાહરૂખની આ તસવીરો જોઈને તમે પણ કહેશો ‘આઈ લવ યુ SRK....’

બાયોમેટ્રિક સિક્યોરિટીથી પેમેન્ટ થશે
હકીકતમાં, ગૂગલે પોતાના ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર એક નવુ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન ફીચર જોડ્યું છે. ગૂગલે એન્ડ્રોઈડ 10ની સાથે મળીને બાયોમેટ્રિક સિક્યોરિટી બનાવી હતી. આ ફિચરને હવે ગૂગલ પેમાં જોડવામાં આવ્યું છે. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને પિન ઓથેન્ટિફિકેશન પણ બેસ્ટ હતું, પરંતુ તેમાં કોઈ પણ ચૂનો લગાવી શકે છે. કેમ કે તેને સરળતાથી ક્રેક કરી શકાય છે.

ગૂગલ પિક્સલ 4 પર ચાલશે ફિચર
એન્ડ્રોઈડ અનુસાર, બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન માત્ર રૂપિયા ટ્રાન્સફર કરવા માટે આપવામાં આવ્યું છે. ગૂગલ પિક્સલ 4 સ્માર્ટફોન ઉપયોગ કરનારા ગ્રાહક આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. જોકે, ગૂગલ એન્ડ્રાઈડ 9 પર પણ આ ફીચરને જોડવાનું પ્લાનિંગ કરી રહી છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે, જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહેલ યુઝર્સ તેનો ફાયદો લઈ શકે છે કે નહિ. હાલ તો આ ફીચર ભારતમાં ઉપલબ્ધ નથી. ગૂગલ પે ઈન્ડિયા યુઝર્સ હજી પણ UPI પિન ઓથેન્ટિફિકેશનતી જ ટ્રાન્ઝેક્શન કરશે.

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news