HOP OXO: લોન્ચ થઈ શાનદાર રેન્જવાળી સસ્તી ઈલેક્ટ્રિક બાઇક! ફીચર્સ જાણીને થઈ જશો દીવાના

HOP OXO ઇલેક્ટ્રિક બાઇકને કંપનીએ કુલ પાંચ કલરમાં લોન્ચ કરી છે. આ બાઇકમાં 5 ઇંચનું સ્માર્ટ એલસીડી ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે, જેમાં 4જી કનેક્ટિવિટીની પણ સુવિધા મળે છે. તેની બેટરી ચાર્જ થવામાં માત્ર 4 કલાકનો સમય લાગે છે. 
 

HOP OXO: લોન્ચ થઈ શાનદાર રેન્જવાળી સસ્તી ઈલેક્ટ્રિક બાઇક! ફીચર્સ જાણીને થઈ જશો દીવાના

હૈદરાબાદઃ Hop OXO Electric Bike: ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં આજે HOP Electric એ ઈન્ડિયન માર્કેટમાં પોતાની નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ HOP OXO ને હૈદરાબાદમાં ઈ-મોટર શો દરમિયાન લોન્ચ કરી છે. તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા હાઇટેક એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત ઇલેક્ટ્રિક વાહનોના આ મોટર શોમાં આ બાઇકને રજૂ કરવામાં આવી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી બેટરી પેકથી સજ્જ આ ઇલેક્ટ્રિક બાઇકની કિંમત રૂ. 1.80 લાખથી શરૂ થતા ટોપ વેરિઅન્ટ માટે રૂ. 1.60 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

કંપનીનો દાવો છે કે મોટરસાઇકલ ઈન્ડસ્ટ્રીમાં HOP OXO એક ગેમ ચેન્જરનું કામ કરશે. આ ઇલેક્ટ્રિક બાઇકને એક કમ્યૂટર બાઇકનો લુક અને ડિઝાઇન આપવામાં આવી છે. આકર્ષક હેડલાઇટ, સિંગલ સીટ અને બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ આ બાઇકને વધુ આકર્ષક બનાવે છે. બાઇકના નીચલા ભાગ એટલે કે મોટર સેક્શનને પ્લાસ્ટિક કાઉલથી કવર કરવામાં આવ્યો છે. 

પાવર અને પરફોર્મંસ
Hop Electric ઈલેક્ટ્રિકનું કહેવું છે કે  HOP OXO માં 3.75 Kwh ની ક્ષમતાની હાઈ-પરફોર્મંસ લિથિયમ બેટરી પેક આપવામાં આવ્યું છે, જે  850W ના સ્માર્ટ ચાર્જરની સાથે આવે છે. આ બેટરીને માત્ર 4 કલાકમાં 0થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. તેમાં 72 V ની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે 5.2Kw ના પાવર અને 185 Nm થી 200 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 95 કિલોમીટર પ્રતિ કલાક છે અને સિંગલ ચાર્જમાં બાઇક 135થી 150 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. 

આ બાઇક એક BLDC હબ મોટર, સાઇનસોઇડલ FOC વેક્ટર કંટ્રોલ અને ઇકો-પાવર સપોર્ટ અને રિવર્સ મોડ સહિત ઘણા રાઇડિંગ મોડ્સથી લેસ છે. બાઇક એક અપરાઇટ ટેલિસ્કોપિક ફોર્ક ફ્રંટ સસ્પેન્શન, હાઇડ્રોલિક સ્પ્રિંગ લોડેડ શોક એબ્જોર્બર રિયર સસ્પેન્શન, કોમ્બી પ્રેક સિસ્ટમની સાથે ડિસ્ક બ્રેક અને રીજેનરેટિવ બ્રેકિંગથી લેસ છે અને તેની લોડિંગ ક્ષમતા 250 કિલોગ્રામ છે. તેમાં કનેક્ટિવિટી અને સુરક્ષા સુવિધાઓ માટે 5 ઇંચની સ્માર્ટ એલસીડી ડિસ્પ્લે (1000 cd/m2, IP67) પણ આપવામાં આવી છે, જેમાં 4G LTE કનેક્ટિવિટીની પણ સુવિધા મળે છે. 

HOP OXO 5 અલગ-અલગ કલરમાં ઉપલબ્ધ છે, જેમાં ટ્વાઇલાઇટ ગ્રે, કેન્ડી રેડ, મેગ્નેટિક બ્લૂ, ઇલેક્ટ્રિક યેલો અને ટ્રૂ બ્લેક સામેલ છે. હાલ આ બાઇકને હિમાયત નગર, ઉપ્પલ, કર્મનઘાટ, માલકપેટ, કોમપલ્લી, કુકટપલ્લી અને મેડચલ સહિત હૈદરાબાદમાં સ્થિત HOP ના 10 સેન્ટર્સ પરથી ખરીદી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news