એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ ફોનનો ઉપયોગ? જાણો તેનો જવાબ

આજના સમયમાં ફોન વગર જીવનની કલ્પના કરી શકાય નહીં. ફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. લોકો મનોરંજનથી લઈને અન્ય કામો માટે ફોનનો ઉપયોગ કરે છે. પરંતુ ફોનનો વધુ ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 
 

એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ ફોનનો ઉપયોગ? જાણો તેનો જવાબ

નવી દિલ્હીઃ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે દિવસભર ફોનમાં રહીએ છીએ અને જો એક મિનિટ માટે ફોન હાથમાં ન લઈએ તો એમ લાગે કે કંઈક ભૂલી રહ્યાં છીએ. ફોન હાથમાં ન હોય તો બેચેની મુશ્કેલ થઈ જાય છે. આવો જાણીએ ફોનનો આટલો વધારે ઉપયોગ કરવાથી જીવન પર શું અસર પડે છે અને દરરોજ કેટલા કલાક ફોનનો ઉપયોગ કરવો જોઈએ. 

બાળક અને કિશોરો માટે  
નિષ્ણાંતોનું કહેવું છે કે બાળકો અને કિશોરોએ દિવસમાં 2 કલાકથી વધુ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. વધુ ફોન જોવાથી તેની આંખો પર ખરાબ અસર પડી શકે છે અને તેની ઊંઘ ખરાબ થઈ શકે છે. આ સિવાય વધુ ફોન ઉપયોગ કરવાથી શારીરિક ગતિવિધિઓથી દૂર થાય છે, જેનાથી તેનો શારીરિક વિકાસ પ્રભાવિત થાય છે. 

વયસ્કો માટે
વયસ્કો માટે દિવસમાં 3થી 4 કલાક ફોનનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે. પરંતુ આ સમય કામ અને જરૂરીયાત પ્રમાણે બદલી શકે છે. જો તમારૂ કામ ફોન કે કમ્પ્યૂટર પર નિર્ભર છે તો તમારે વચ્ચે-વચ્ચે બ્રેક લેવો જોઈએ અને આંખને આરામ આપવો જોઈએ. વધુ ફોનનો ઉપયોગ કરવાથી આંખમાં થાક, માથામાં દુખાવો અને તણાવ આવી શકે છે.

વૃદ્ધો માટે
વૃદ્ધોએ પણ ફોનનો ઉપયોગ સીમિત સમય માટે કરવો જોઈએ, ખાસ કરી જેને આંખો કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. દિવસમાં 1-2 કલાક ફોનનો ઉપયોગ કરવો વ્યાજબી છે. 

વધુ ફોનનો ઉપયોગ કરવાના નુકસાન
આંખનો થાક અને દુખાવો
ઊંઘનો અભાવ
માનસિક તણાવ
સામાજિક જીવનનો અભાવ
શારીરિક પ્રવૃત્તિનો અભાવ

ફોનનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?
ટાઈમ લિમિટ સેટ કરોઃ
દિવસમાં કેટલા કલાક ફોનનો ઉપયોગ કરવાનો છે, તેનો સમય નક્કી કરો અને તેનું પાલન કરો.

બ્રેક લોઃ દર 20-30 મિનિટ બાદ 5-10 મિનિટનો બ્રેક લો. તેનાથી તમારી આંખો અને મગજને આરામ મળશે. 

વાદળી પ્રકાશથી બચોઃ ફોનની વાદળી રોશની આંખ માટે હાનિકારક હોય છે. વાદળી રોશનીને ઓછી કરવા માટે ફોનના બ્લૂ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ કરો.

ફિઝિકલ એક્ટિવિટી વધારોઃ દિવસમાં થોડો સમય શારીરિક ગતિવિધિઓ માટે કાઢો, જેમ કે યોગા, વોકિંગ કે કસરત.

ફોનનો યોગ્ય ઉપયોગ ન તમારી આંખો અને મગજને સ્વસ્થ રાખશે, પરંતુ તમારા જીવનને પણ સંતુલિત બનાવશે. તેથી ફોનનો ઉપયોગ સમજદારીથી કરો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news