ભારતની સૌથી મોટી ડેનિમ ઉત્પાદક કંપનીએ તૈયાર કર્યું એન્ટી-વાયરસ અને એન્ટી બેક્ટેરિયલ ફેબ્રિક

આ નવી ડેનિમ ફેબ્રિક રેન્જને એન્ટી-વાયરસ અને એન્ટી બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ આપી તૈયાર કરવામાં આવે છે, આ ફેબ્રિક COVID-19 વાયરસથી પણ મોટા પ્રમાણમાં સુરક્ષા પૂરી પાડે છે.

ભારતની સૌથી મોટી ડેનિમ ઉત્પાદક કંપનીએ તૈયાર કર્યું એન્ટી-વાયરસ અને એન્ટી બેક્ટેરિયલ ફેબ્રિક

અમદાવાદ: તાજેતરમાં નંદન ડેનિમ લિમિટેડ દ્વારા 'કોવિડ -19' પછી "ન્યુ નોર્મલ લાઈફ" અંતર્ગત ફેશન પ્રોટેક્ટીવ ડેનિમની નવી શ્રેણી લોન્ચ કરવામાં આવી છે. આ નવી ડેનિમ ફેબ્રિક રેન્જને એન્ટી-વાયરસ અને એન્ટી બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ આપી તૈયાર કરવામાં આવે છે, આ ફેબ્રિક COVID-19 વાયરસથી પણ મોટા પ્રમાણમાં સુરક્ષા પૂરી પાડે છે. નંદન ડેનિમ લિમિટેડ યાર્નના ઉત્પાદનથી લઈને પૂર્ણ ફેબ્રિક સુધી ઉત્પાદન માટે સંપૂર્ણ એકીકૃત સુવિધા ધરાવનારી ગુજરાત સ્થિત ભારતની સૌથી મોટી ડેનિમ ઉત્પાદક કંપની છે,  

નંદન ડેનિમ લિમિટેડના સીઈઓ દિપક ચિરીપાલે જણાવ્યું હતું કે, "COVID-19 વાયરસ સામે લાંબી લડાઇ બાદ જીવન અને વ્યવસાયો જલ્દીથી સામાન્ય થઈ જશે. પરંતુ અમારુ માનવું છે કે 'ન્યુ નોર્મલ લાઈફ" અંતર્ગત લોકો આરોગ્ય, સ્વચ્છતા અને સલામતી માટે વધુ સભાન બનશે. જ્યાં સુધી આપણે કોવીડ -19 ના ભયથી સંપૂર્ણપણે બહાર ન આવીએ ત્યાં સુધી 'સસ્ટેઇનેબિલીટી' માટે પર્યાવરણીય પાસાઓની તુલનામાં ટૂંકા સમયગાળા માટે માનવીય કોણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

નંદન ડેનિમ માત્ર સામાજિક જવાબદારીમાં જ નહીં, પણ ઇનોવેશન દ્વારા લોકોને 'ન્યુ નોર્મલ લાઈફ" અંતર્ગત સુરક્ષિત અને સલામત બનાવવા માટે પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરસ ટ્રીટેડ ડેનિમની નવીનતમ રેન્જ 'ન્યુ નોર્મલ' કલેક્શન પણ COVID-19 વાયરસથી મોટી હદ સુધી રક્ષણ આપશે.

ચિરીપાલે વધુમાં જણાવ્યું હતું કે, "નંદન ખાતે, અમે આ પ્રોટેક્ટીવ ડેનિમ્સને ફક્ત એક વ્યવસાયની તક તરીકે નથી જોતા, પરંતુ માનવજાત માટે માનવ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને સલામતીની લાગણી પ્રદાન કરવામાં યોગદાન તરીકે જોઈએ છીએ." વાયરસથી પ્રોટેક્ટીવ ડેનિમ તમામ પ્રકારના આવે છે, જેમાં ટોપ વેઈટ, બોટમ વેઇટ, ઉપરાંત મહિલા અને પુરુષોની સંપૂર્ણ કેટેગરીઝ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news