Jio ઉઠાવી રહ્યું છે મોટું પગલું! તાબડતોડ મળશે ઇન્ટરનેટની સ્પીડ, ઝૂમી ઉઠ્યા યૂઝર્સ

દેશની નંબર વન પ્રાઈવેટ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો હજુ પણ તેના પોસાય તેવા પ્લાન માટે જાણીતી છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ખૂબ જ ટૂંક સમયમાં જિયો તેના યૂઝર્સને સેટેલાઇટ દ્વારા 100Gbps ની જબરદસ્ત સ્પીડ પર ઇન્ટરનેટ આપશે. જોકે કંપની સેટેલાઇટ આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને સસ્તી બ્રોડબેન્ડ સર્વિસની સુવિધા આપવાની છે.

Jio ઉઠાવી રહ્યું છે મોટું પગલું! તાબડતોડ મળશે ઇન્ટરનેટની સ્પીડ, ઝૂમી ઉઠ્યા યૂઝર્સ

નવી દિલ્હી: દેશની નંબર વન પ્રાઈવેટ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો હજુ પણ તેના પોસાય તેવા પ્લાન માટે જાણીતી છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ખૂબ જ ટૂંક સમયમાં જિયો તેના યૂઝર્સને સેટેલાઇટ દ્વારા 100Gbps ની જબરદસ્ત સ્પીડ પર ઇન્ટરનેટ આપશે. જોકે કંપની સેટેલાઇટ આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને સસ્તી બ્રોડબેન્ડ સર્વિસની સુવિધા આપવાની છે. ચાલો તેના વિશે વધુ જાણીએ..

જીયોએ કરી ભાગીદારી
તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ નેટવર્કમાં જીયો સ્ટેશનરી (જીઈઓ) અને મીડિયમ અર્થ ઓર્બિટ (એમઈઓ) ઉપગ્રહોનો ઉપયોગ કરવામાં આવશે, જેની મલ્ટી-ગીગાબીટ લિંકથી ભારત અને અન્ય દેશોના ઉદ્યોગ, મોબાઈલ અને સામાન્ય ગ્રાહકો જોડાઇ શકશે. રિલાયન્સ જિયોએ સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે SES સાથે હાથ મિલાવ્યા છે. આ સંયુક્ત સાહસમાં Jio 51% અને SES 49% હિસ્સો રહેશે.

દેશના ખૂણે ખૂણે પહોંચશે ઈન્ટરનેટ
જોઇન્ટ વેન્ચરમાં SES તેનો મોર્ડન સેટેલાઇટ આપશે. અને જીયો ગેટવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મેનેજ કરશે. આ ડીલ હેઠળ જીયો આગામી કેટલાક વર્ષોમાં લગભગ 100 મિલિયન અમેરિકન ડોલરના ગેટવે અને સાધનો ખરીદશે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે કોવિડ-19એ તેમને શીખવ્યું છે કે નવી ડિજિટલ અર્થવ્યવસ્થામાં સંપૂર્ણ ભાગીદારી માટે બ્રોડબેન્ડની ઍક્સેસ જરૂરી છે. Jio અને SES ભારતને ડિજિટલ સેવા સાથે જોડવા માટે કામ કરશે જે આરોગ્ય અને સરકારી સેવાઓ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં અંતર શિક્ષણની તકો ઓફર કરશે.

તમને જણાવી દઈએ કે કંપનીએ કહ્યું છે કે તેની સાથે કંપની 5Gમાં રોકાણ કરવાનું બંધ નહીં કરે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news