દુનિયાનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન લોન્ચ કર્યા નો કંપનીનો દાવો! આ ફોનમાં શું હશે એ પણ જુઓ

JioPhone Next Launch: રિલાયંસ જિયો તરફથી JioPhone Next સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 6400 રૂપિયા છે. જો કે તેને 2000 રૂપિયામાં ખરીદી શકાશે. બાકીના રૂપિયા EMI પર આપી શકાશે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન છે.

દુનિયાનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન લોન્ચ કર્યા નો કંપનીનો દાવો! આ ફોનમાં શું હશે એ પણ જુઓ

નવી દિલ્હી: રિલાયંસ જિયો તરફથી JioPhone Next સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 6400 રૂપિયા છે. જો કે તેને 2000 રૂપિયામાં ખરીદી શકાશે. બાકીના રૂપિયા EMI પર આપી શકાશે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન છે. Relianceએ વચન આપ્યું હતું કે તેઓ દુનિયાનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન લોન્ચ કરશે. ત્યારે કંપનીએ પોતાનો JioPhone Next લોન્ચ કર્યો છે. જેની શરૂઆતી કિંમત 6400 રૂપિયા રાખવામાં આવી છે. આવો જાણીએ આ સુપર બજેટ સ્માર્ટફોન વિશે સમગ્ર માહિતી.

 

JioPhone Next is a first-of-its-kind smartphone featuring Pragati OS, an optimized version of Android made for the JioPhone Next. pic.twitter.com/A2mknOOtDN

— ANI (@ANI) October 30, 2021

 

JioPhone Nextમાં 5.45 ઈંચની HD+ મલ્ટીટચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનની સ્ક્રિન પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવી છે અને તેના સાથે એન્ટી ફિંગરપ્રિન્ટ કોટિંગ છે. ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ JioPhone Next લોન્ચ પર ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં ગૂગલ બ્લોગની લિંક છે જ્યાં JioPhone Nextની માહિતી આપવામાં આવી છે. મહત્વનું છે કે JioPhone Next માટે રિલાયંસ જિયોએ ગૂગલ સાથે કરાર કર્યો છે.

JioPhone Nextમાં Qualcomm Snapdargon 215 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ક્વોડ કોર પ્રોસેસરની સ્પીડ 1.3GHz સુધીની છે. ફોનમાં 2GB રેમ અને 32GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. Micro SDને 512 GB સુધી એક્સપાંડ કરી શકાય છે. JioPhone Nextમાં ડ્યુલ સિમ સપોર્ટ છે. ચાર્જિંગ માટે ફોનમાં માઈક્રો USB પોર્ટ અને હેડફોન જેક આપવામાં આવ્યું છે. બ્લુટુથ અને વાઈફાઈની પણ સુવિધા આપવામાં આવી છે. આ ફોનમાં એક્સેલેરોમીટર, લાઈટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યા છે. ફોનના ફ્રંટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જ્યારે ફોનના રિયરમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં નાઈટ મોડ અને સોફ્ટવેર બેઝ્ડ પોટ્રેટ મોડનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 3500mAHની બેટરી આપવામાં આવી છે.

JioPhone Next એન્ડ્રોઈડ બેઝ્ડ Pragti OS પર ચાલે છે. આ ફોનની કિંમત 1999 રૂપિયા છે, જે એક એફેક્ટિવ પ્રાઈસ છે. જો કે ફોનની કુલ કિંમત 6499 રૂપિયા છે. આ ફોન સાથે તમને ડેટા પ્લાન મળશે, જેને કારણે કંપની તેની એફેક્ટિવ પ્રાઈસ ઓછી બચાવી રહી છે. આ ફોનને ગ્રાહકો દિવાળીમાં ખરીદી શક્શે અને કંપનીએ EMIનું પણ ઓપશન આપ્યું છે. જો તમે આ ફોનને 1999 રૂપિયા આપી ખરીદવા માગો છો, તો તમારે EMI રીતે દર મહિને રૂપિયા આપવા પડશે. 18 અથવા 24 મહિનાનું EMI તમે સેટ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news