કોણ જોઇ રહ્યું છે તમારી Facebook પ્રોફાઈલ? આ રીતે કરો ચેક

ફેસબુકની (Facebook) ગણતરી ભારત સહિત વિશ્વભરની સૌથી લોકપ્રિય એપ્સમાં (App) થાય છે. ફેસબુક સોશિયલ મીડિયા પર એકબીજા સાથે જોડાવા માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ છે

Updated By: Apr 20, 2021, 05:32 PM IST
કોણ જોઇ રહ્યું છે તમારી Facebook પ્રોફાઈલ? આ રીતે કરો ચેક

નવી દિલ્હી: ફેસબુકની (Facebook) ગણતરી ભારત સહિત વિશ્વભરની સૌથી લોકપ્રિય એપ્સમાં (App) થાય છે. ફેસબુક સોશિયલ મીડિયા પર એકબીજા સાથે જોડાવા માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. ફેસબુક સમયાંતરે નવી સુવિધાઓ રજૂ કરતું રહે છે. એક ફિચર જેને લાંબા સમયથી લોકો શોધી રહ્યા છે કે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કર્યા વગર આ વાતની જાણકારી મળી શકે કે કોણે ફેસબુક પ્રોફાઈલ ચેક કરી. હવે તમે થર્ડ પાર્ટી એપને ઇન્સ્ટોલ કર્યા વગર આ વાતની તપાસ કરી શકો છો કે કોણે તમારા ફેસબુક એકાઉન્ટમાં વિઝિટ કરી. આ સુવિધા એન્ડ્રોઈડ અને આઇઓએસ બંને યૂઝર્સ માટે છે.

આ રીતે મેળવો જાણકોરી
ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ માધ્યમથી તમે આ વાતની જાણકારી મેળવી શકશો નહીં કે કયા સમયે તમારી ફેસબુક પ્રોફાઈલને કોણે જોઇ છે. તેના દ્વારા આ જાણી શકાય છે કે, અમુક વ્યક્તિએ તમારી ફેસબુક પ્રોફાઇલમાં વિઝિટ કરી છે. જો તમે એન્ડ્રોઈડ ઉપયોગ કરો છો તો આ વાત જાણવા માટે તમારે ફેસબુક ડેસ્કટોપથી લોગિંન કરવું પડશે. સૌથી પહેલા તમે ડેસ્કટોપ પર ફેસબુક પેજ ખોલો. ત્યારબાદ હોમ પેજ પર જઈ રાઈટ ક્લિક કરો. રાઈટ ક્લિક કર્યા બાદ તમને ઘણા ઓપ્શન જોવા મળશે. તમે View page source વિકલ્પ પર ક્લિક કરો. તેમાં તમે જાણી શકશ કે કોણ તમારી પ્રોફાઈલને જોઇ રહ્યું છે.

આ પણ વાંચો:- Facebook પોસ્ટ અને નોટ્સને Google ડોક્યુમેન્ટ્સમાં કરી શકશો ટ્રાન્સફર, જાણો આ નવા ફીચર વિશે

ત્યારે આઇઓએસ યૂઝર્સ માટે રીત અલગ છે. તેમણે પ્રાઈવેસી સેટિંગમાં જવું પડશે. સાથે જ તેમને ફેસબુક એપ ઓપન કરવી પડશે. ત્યારબાદ ફેસબુક એપના સેટિંગમાં જવું પડશે. સેટિંગમાં તેમને પ્રાઈવેસી શોર્ટકટનું ઓપ્શન મળશે. અહીં તેઓ Who viewed my profile પર ક્લિક કરી જાણી શકે છે કે તેમની ફેસબુક પ્રોફાઈલ કોણે જોઇ.

આ પણ વાંચો:- 

ફેસબુકે કર્યું નવું ફિચર લોન્ચ
ફેસબુકે તેનું ફિચર લોન્ચ કર્યું છે. આ ફિચરની મદદથી યૂઝર્સ તેમની પોસ્ટ્સ અને નોટ્સ ગૂગલ ડોક્યુમેન્ટ્સ (Google Document), બ્લોગર (Blogger) અને વર્ડપ્રેસ ડોટ કોમ (WordPress.Com) પર ટ્રાન્સફર કરી શકશે. ગયા વર્ષે ફેસબુકે લોકો માટે તેમના ફોટા અને વીડિયોઝ ટ્રાન્સફર કરવા માટે ફિચર ઇનેબલ કર્યું હતું. આ માધ્યમથી લોકો તેમના વીડિયો (Video) અને ફોટોને (Photo) બેકબ્લેઝ (Backblaze), ડ્રોપબોક્સ (Dropbox), ગૂગલ ફોટામાં (Google Photos) ટ્રાન્સફર કરી શકતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube