આ APP નું લિસ્ટ કડકડાટ મોઢે રાખો, ડાઉનલોડ કરવાથી બેંક એકાઉન્ટમાં થશે ફ્રોડ
Trending Photos
- Hacking Apps: હેકર્સે 8 નવા હેકિંગ એપ્સને બે વાયરસના માધ્યમથી એક્ટિવેટ કરી છે
- હેકર્સ એપને વેરિફિકેશન માટે તમારા ફોન પર આવનારા કોડની મદદથી બેંકની તમામ માહિતી મેળવી લે છે
ઝી મીડિયા/બ્યૂરો :જો તમે એન્ડ્રોઈડ ફોન યુઝર્સ (Android Phone) છો તો સાવધાન થઈ જાઓ, કેમ કે તેમારા ફોનમાં રહેલા આ એપ્સ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 8 નવા હેકિંગ એપ્સ (Hacking Apps) કોઈ વાયરસના માધ્યમથી એક્ટિવ કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, બે પ્રકાના નવા વાયરસની મદદથી 8 નવા હેકિંગ એપ્સને એક્ટિવેટ કરવામાં આવ્યા છે. આ તમામ એપનો ઉપયોગ બેંક એકાઉન્ટ (Bank Account) થી રૂપિયા ઉડાવવામાં કરવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, તમે તમારા ફોનમાં 8 એપમાંથી કોઈ એક એપને ઈન્સ્ટોલ કરશો તો તમને તેમાં તમારો ફોન નંબર કે ઈ-મેઈલ નાંખવાનો રહેશે. હેકર તેની મદદથી તમારું બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી તમામ માહિતી મેળવી લેશે. જેના બાદ કોઈ પણ બેંક એકાઉન્ટને હેક કરવુ તેમના માટે સરળ બની જશે. આંખના પલકારે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા હેકરના એકાઉન્ટમાં પહોંચી જશે.
આ પણ વાંચો : વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો, 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોનું સામૂહિક દુષ્કર્મ
હેકિંગથી બચવા માટે આ એપ્સને તમારા ફોનમાંથી તરત ડિલીટ કરો
– Cake VPN (com.lazycoder.cakevpns)
– Pacific VPN (com.protectvpn.freeapp)
– eVPN (com.abcd.evpnfree)
– BeatPlayer (com.crrl.beatplayers)
– QR/Barcode Scanner MAX (com.bezrukd.qrcodebarcode)
– Music Player (com.revosleap.samplemusicplayers)
– tooltipnatorlibrary (com.mistergrizzlys.docscanpro)
– QRecorder (com.record.callvoicerecorder)
આ પણ વાંચો : ઝીરો બજેટમાં તરબૂચની ખેતી કરીને વડોદરાના 2 ખેડૂતોએ 3 મહિનામાં લાખો કમાવ્યા
બેંક એકાઉન્ટ ખાલી કરે છે આ Malware
રિસર્ચ અનુસાર, હેકર્સ એપને વેરિફિકેશન માટે તમારા ફોન પર આવનારા કોડની મદદથી બેંકની તમામ માહિતી મેળવી લે છે. આ દરમિયાન તમારા બેંક ખાતામાંથી તમામ રૂપિયા હેકરની પાસે જતી રહે છે. આ એપ તમારા ફોનમાં MRAT ને ઈન્સ્ટોલ કરી દે છે અને તમને માલૂમ પણ નહિ પડે. MRAT તમારા ફોનને અન્ય સ્થળેથી એક્સેસ કરવાની પરમિશન આપે છે. જેનાથી દુનિયાના કોઈ પણ ખૂણે બેસેલ વ્યક્તિ તમારા ફોનને કન્ટ્રોલ કરી શકે છે.
કેવી રીતે કામ કરે છે Malware Dropper
તમને જણાવી દઈએ કે, Clast82 એક Malware Dropper હોય છે, જે પહેલા તમારા એન્ડ્રોઈડ ફોન પર હુમલો કરે છે. અને AlienBot Banker નામના એક બીજા પ્રોગ્રામને તમારા ફોનમાં ફાઈનાન્સ એપ્સ જેમ કે, ગૂગલ પે (Google Pay), પેટીએમ (Paytm), ફોનપે (Phone Pay) ની અંદર જ તમામ મહત્વની માહિતી લઈને તમારા બેંક એકાઉન્ટને હેક કરે છે.
આ પણ વાંચો : વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું
હેકર્સ બનાવ્યા બે વાયરસ પ્રોગ્રામ
પ્રાપ્ત માહિતી અનુસાર, હેકર્સે બે નવા વાયરસને તૈયાર કર્યા છે, જે એન્ડ્રોઈડ ફોનને હેક કરવા માટે કામ આવે છે. આ બંને વાયરસનું નામ Clast82 અને AlienBot Banker. આ પ્રોગ્રામ માત્ર ફાઈનાન્સ સાથે જોડાયેલ એપ્સને જ ટાર્ગેટ બનાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે