ગેમિંગના શોખીનો માટે Good News! સ્માર્ટફોન અને ટેબ્લેટ લેવા ઓનલાઈન ઓર્ડરની ભરમાર!

Lenovoની આ ડિવાઈસ એક ગેમિંગ સ્માર્ટફોન છે. તેમાં Android પર આધારિત ZUI 13 છે. ફોનમાં 6.9-ઈંચ સેમસંગ E4 AMOLED સ્ક્રીન આપવામાં આવી છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 388ppi પિક્સેલ ડેન્સિટી સાથે આવે છે. ફોનમાં લેટેસ્ટ Snapdragon 8 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 18GB રેમ ઓપ્શન સાથે આવે છે. ફોનમાં વેપર ચેમ્બર કૂલિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે.

ગેમિંગના શોખીનો માટે Good News! સ્માર્ટફોન અને ટેબ્લેટ લેવા ઓનલાઈન ઓર્ડરની ભરમાર!

નવી દિલ્લીઃ Lenovo Legion Y90 ગેમિંગ સ્માર્ટફોનની સાથે, બ્રાન્ડે Lenovo Legion Y700 ગેમિંગ ટેબલેટ પણ લૉન્ચ કર્યું છે. બંને ઉપકરણોને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપની આ ગેમિંગ સ્માર્ટફોન અને ટેબલેટને છેલ્લા કેટલાક સમયથી ટીઝ કરી રહી હતી. Lenovo Legion Y90માં Qualcomm Snapdragon 8 Gen 1 પ્રોસેસર છે, જે 18GB સુધીની રેમ સાથે આવે છે. બીજી તરફ ગેમિંગ ટેબલેટની વાત કરીએ તો તે સ્નેપડ્રેગન 870 પ્રોસેસર પર કામ કરે છે. તે 12GB સુધીની રેમ ધરાવે છે.

Lenovo Legion Y90 કિંમત-
Lenovoનો ગેમિંગ સ્માર્ટફોન 3999 Yuan (આશરે રૂપિયા 47,800)ની પ્રારંભિક કિંમતે આવે છે. આ કિંમત ફોનના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. તો 16GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4299 Yuan (આશરે રૂપિયા 51,400) છે. તેના 18GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4999 Yuan (આશરે રૂપિયા 59,800) છે.

Legion Y700 કિંમત-
Lenovo Legion Y700 ટેબલેટ વિશે વાત કરીએ તો, તેની કિંમત 2,199 Yuan (આશરે રૂપિયા 26,300) છે, જે તેના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. તે જ સમયે, તેના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,499 Yuan (આશરે રૂપિયા 29,900) છે. આ સ્માર્ટફોનને માત્ર ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ટેબલેટ બ્લુ અને Beige રંગમાં આવે છે.

Lenovo Legion Y90ના સ્પેસિફિકેશન્સ-
Lenovoની આ ડિવાઈસ એક ગેમિંગ સ્માર્ટફોન છે. તેમાં Android પર આધારિત ZUI 13 છે. ફોનમાં 6.9-ઈંચ સેમસંગ E4 AMOLED સ્ક્રીન આપવામાં આવી છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 388ppi પિક્સેલ ડેન્સિટી સાથે આવે છે. ફોનમાં લેટેસ્ટ Snapdragon 8 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 18GB રેમ ઓપ્શન સાથે આવે છે. ફોનમાં વેપર ચેમ્બર કૂલિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે.

ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા આપવામાં આવ્યા છે-64MP+13MP. ફોનમાં 16MP સેલ્ફી કેમેરા છે. હેન્ડસેટમાં 512GB સુધીનો સ્ટોરેજ વિકલ્પ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે, તેમાં 2 USB Type-C ચાર્જિંગ પોર્ટ છે. ઉપકરણને પાવર આપવા માટે, 5600mAh બેટરી આપવામાં આવી છે, જે 68W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનો વજન 252 ગ્રામ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news