મારુતિ સુઝૂકી લોન્ચ કરશે સૌથી સસ્તી 7 સીટર કાર! EV સેગમેન્ટમાં પહેલીવાર થશે એન્ટ્રી

મારુતિ સુઝૂકી પહેલીવાર ભારતમાં ઈવી સેગમેન્ટમાં નવી EVX સાથે ઉતરવા જઈ રહી છે. આ એક ઈલેક્ટ્રિક એસયુવી તરીકે રજૂ કરવામાં આવી છે. 

મારુતિ સુઝૂકી લોન્ચ કરશે સૌથી સસ્તી 7 સીટર કાર! EV સેગમેન્ટમાં પહેલીવાર થશે એન્ટ્રી

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકી ભારતમાં પોતાની નવી કારો સાથે બજારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ વખતે કંપની પહેલીવાર ઈલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) સેગમેન્ટમાં પોતાનું નવું મોડલ લોન્ચ કરશે. એટલું જ નહીં મોટા પરિવારને ધ્યાનમાં રાખીને એક 7 સીટર કારને પણ લોન્ચ કરાશે. જો તમે મારુતિ સુઝૂકીની નવી કારનો ઈન્તેજાર કરતા હોવ તો થોડી વધુ રાહ જોઈ લેજો. 

Maruti Suzuki EVx
મારુતિ સુઝૂકી પહેલીવાર ભારતમાં ઈવી સેગમેન્ટમાં નવી EVx સાથે ઉતરવા જઈ રહી છે. આ એક ઈલેક્ટ્રિક એસયુવી તરીકે રજૂ કરાઈ છે. એવી આશા વ્યક્ત કરાઈ છે કે આ ઈલેક્ટ્રિક એસયુવી જાન્યુઆરીમાં થનારા Bharat Mobility માં લોન્ચ કરાશે. આ અગાઉ કંની તરફથી તેના કોન્સેપ્ટ મોડલને જાન્યુઆરી 2023માં થયેલા ઓટો એક્સપોમાં શોકેસ કરાઈ હતી. ખાસ વાત એ છે કે આ એસયુવી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક એસયુવી હશે. નવી Maruti EVx એક 5 સીટર એસયુવી હશે જે અનેક એડવાન્સ્ડ ફીચર્સ સાથે આવશે. 

Maruti Suzuki Grand Vitara 7 Seater  
મારુતિ સુઝીકી ગ્રાન્ડ વિતારા પણ અત્યાર સુધી 5 સીટર કારમાં આવતી હતી પરંતુ જલદી આખું ફેમિલી તેમાં મુસાફરી કરી શકશે. રિપોર્ટ્સ મુજબ મારુતિ ગ્રાન્ડ વિતારાનું 7 સીટર વર્ઝન પણ આગામી વર્ષ સુધીમાં લોન્ચ કરી શકે છે. કંપનીમાં તેને Y17 કોડ નેમ અપાયું છે. ડિઝાઈન મામલે તે ગ્રાન્ડ વિતારા જેવી જ રહેશે પરંતુ તેમાં ત્રણ રો સીટનું ઓપ્શન અપાશે. જલદી આ નવા મોડલ અંગે માહિતી સામે આવશે. 

Maruti Suzuki Compact MPV
મારુતિ સુઝૂકી એક વધુ કોમ્પેક્ટ 7 સીટર એમપીવીને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. નવા મોડલની લંબાઈ 4 મીટરથી ઓછી હશે. તેમાં 1.2L નું Z સિરીઝનું પેટ્રોલ એન્જિન મળી શકે છે. રિપોર્ટ્સ મુજબ નવા મોડલની કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. પરંતુ મારુતિ સુઝૂકી તરફથી હજુ આ અંગે કોઈ જાણકારી મળી નથી. નવા મોડલમાં ઘણા ફિચર્સ હાલની નવી સ્વિફ્ટમાંથી લેવામાં આવી શકે છે. નવું મોડલ ક્યાં સુધીમાં લોન્ચ થશે તેની જાણકારી જલદી મળવાની આશા છે. 

Maruti Suzuki Fronx Facelift
મારુતિ સુઝૂકીની ક્રોસઓવર એસયુવી Fronx ભારતમાં ખુબ વેચાય છે. તે પોતાની ડિઝાઈનના કારણે લોકોને પસંદ પડે છે. હવે કંપની Fronx નું ફેસલિફ્ટ મોડલ પણ આગામી વર્ષે લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ નવા મોડલને આગામી વર્ષે ઓટો એક્સ્પોમાં લોન્ચ કરાશે. નવા મોડલને હાઈબ્રિડ ટેક્નોલોજી સાથે ઉતારવામાં આવી શકે છે. જેના કારણે તે 30km સુધીની માઈલેજ ઓફર કરશે. એવું મનાય છે કે સ્ટ્રોંગ હાઈબ્રિડ મોડલની કિંમત થોડી વધુ રહી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news