ભારતમાં લોન્ચ થઇ સૌથી દમદાર Electric Car, એકવાર ચાર્જ કરો 1 મહિનો ચાલશે બેટરી

Highest Range Electric Car: લક્સરી કાર મેકર કંપની મર્સિડિઝ બેંજે ભારતીય બજારમાં વધુ એક દમદાર ઇલેક્ટ્રિક કાર Mercedes Benz Vision EQXX લોન્ચ કરી છે. જેને એકવાર ચાર્જ કરતાં 1000 કિલોમીટર ચાલશે. 

ભારતમાં લોન્ચ થઇ સૌથી દમદાર Electric Car, એકવાર ચાર્જ કરો 1 મહિનો ચાલશે બેટરી

Mercedes-Benz Electric Car: લક્સરી કાર મેકર કંપની મર્સિડીઝ બેંજએ થોડા મહિના પહેલાં ભારતીય બજારમાં પોતાની ઇલેક્ટ્રિક કાર mercedes-benz EQS 580 લોન્ચ કરી હતી. અત્યાર સુધી આ દેશની સૌથી વધુ રેંજવાળી ઇલેક્ટ્રિક કાર હતી જે ફૂલ ચાર્જમાં  857 KM ચાલતી હતી. હવે કંપનીએ ભારતીય બજારમાં વધુ એક દમદાર ઇલેક્ટ્રિક કાર Mercedes Benz Vision EQXX કરી છે. આ કાર એકવાર ચાર્જ થતાં 1000 કિલોમીટર ચાલે છે. વિઝન EQXX ઇવી કોન્સેપ્ટને આ વર્ષની શરૂઆતમાં દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવશે. 

આખો મહિનો ચાલશે બેટરી
કંપનીએ આ કારની પરર્ફોમેન્સથીવધુ એફિશિએન્સી પર ધ્યાન આપ્યું છે. તેમાં સિંગલ ઇલેક્ટ્રિક મોટર છે જે 244hp (180kW) જનરેટ કરે છે. તેમાં 100kWh ની બેટરી છે જે 900V સુધીની ચાર્જિંગ સ્પીડને સપોર્ટ કરે છે. 

રેંજને વધારવા માટે તેમાં રૂફ પર સોલાર પેનલ પણ રાખવામાં આવી છે. જેના દ્વારા બેટરીની રેંજ એક દિવસમાં  25KM સુધી વધી જાય છે. જોકે આ સોલાર પેનલ રિયર વિંડોને પણ ઢાંકી દે છે. જેથી ગાડી ચલાવવામાં મુશ્કેલી થાય છે. કુલ મળીને જો તમે દરરોજ 20KM ઓફિસ જાવ છો અને મહિનામાં  25 દિવસ ઓફિસ જવાનું હોય તો બેટરી પુરો એક મહિના ચાલશે.  

ડિઝાઇન જોઇને જ થઇ જશે પ્રેમ
મર્સિડીઝની આ ઇલેક્ટ્રિક કારની ડિઝાઇનના મામલે એકદમ આકર્ષક છે. આગળની તરફ એલઇડી લાઇટબાર છે જે કારની પહોળાઇમાં ફેલાયેલા છે. બોનેટ પર મર્સિડીઝ બેંજનો લોકો સ્ટીકરના રૂપમાં આપ્યો છે. તેનું ડિઝાઇન એકદમ એયરોડાઇનામિક રાખવામાં આવ્યું છે. તેમાં ફ્લશ ડોર હેન્ડલ પણ છે. તેમાં મર્સિડીઝે કાર બધા રિસાઇકલ્ડ મટેરિયલ્સનો ઉપયોગ કર્યો છે. ગાડીને ખૂબ લાઇટવેટ બનાવવામાં આવ્યો છે. તેનું વર્જન ફક્ત 1750 કિલોગ્રામ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news