સ્માર્ટફોન પર સપ્તાહમાં 30 મિનિટથી વધુ વાત કરનાર લોકો પર હાઈ બ્લડ પ્રેશરનો ખતરોઃ રિસર્ચ
એક નવું રિસર્ચ સામે આવ્યું છે કે સપ્તાહમાં 30 મિનિટ કે તેનાથી વધુ સમય સુધી સ્માર્ટફોન પર વાત કરવાથી બ્લડ પ્રેશર કે હાઈપરટેન્શનના શિકારનો ખતરો 12 ટકા વધી જાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ યુરોપિયન સોસાઇટી ઓફ કાર્ડિયોલોજી (ESC) ની પત્રિકા, યુરોપિયન હાર્ટ જર્નલ ડિજિટલ હેલ્થનું એક નવું રિસર્ચ સામે આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે સપ્તાહમાં 30 મિનિટથી વધુ સમય સુધી મોબાઇલ પર વાત કરવાથી બ્લડ પ્રેશર કે હાઈપરટેન્શનના શિકારનો ખતરો 12 ટકા વધી જાય છે. સધર્ન મેડિકલ યુનિવર્સિટીના લેખક પ્રોફેસર જિયાનહુઈ કિને કહ્યુ કે, લોકો મોબાઇલ પર વાત કરવામાં જેટલી મિનિટ પસાર કરે છે, તે હાર્ટના સ્વાસ્થ્ય માટે મહત્વ રાખે છે, વધુ સમય સુધી વાત કરવી એટલે કે હાર્ટ પર અસર થવી.
આ સ્ટડીમાં સામે આવી આ વાત
1. દુનિયાની લગભગ ત્રણ ચતૃર્થાંશ વસ્તી 10 વર્ષથી વધુ સમયની છે અને જેની પાસે મોબાઇલ ફોન છે.
2. દુનિયાભરમાં 30થી 79 વર્ષની ઉંમરના લગભગ 1.3 બિલિયન લોકોને હાઈ બ્લડ પ્રેશરની બીમારી છે.
3. હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેક અને સ્ટ્રોક માટનું એક મુખ્ય કારણ જણાવવામાં આવ્યું છે અને વિશ્વ સ્તર પર પ્પીમેચ્યોર ડેથનું એક મુખ્ય કારણ છે.
સ્ટડીમાં સામે આવ્યું કે જે લોકો સપ્તાહમાં એકવાર મોબાઇલ ફોન દ્વારા વાત કરે છે, તેમાંથી હાઈપરટેન્શનનો ખતરો 7 ટકા છે. આવા લોકોની સંખ્યા 13984 હતી. જે લોકોએ મોબાઇલ ફોન દ્વારા દર સપ્તાહે 30 મિનિટ કે તેનાથી વધુ વાત કરી. તેમાં હાઈપરટેન્શનનો ખતરો 12 ટકા વધુ જોવા મળ્યો. તેમાં હાઈ બ્લડ પ્રેશરના મામલા પણ જોવા મળ્યા હતા. મોબાઇલ ફોનના ઉપયોગથી થનાર પ્રભાવ પુરૂષો અને મહિલાઓ બંને પર એક સમાન જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે