Aadhaar PAN link: એક SMS થી લિંક થઈ જશે આધાર-પાન, 1 મિનિટમાં થઈ જશે કામ

Aadhaar PAN link: સમય મર્યાદા પુરી થયા પછી આધાર સાથે પાન કાર્ડ લિંક કરવા માટે 1,000 રૂપિયા પણ ચૂકવવા પડશે. તો પછી રાહ જોયા વિના ફક્ત એક SMS કરીને આ પ્રક્રિયા આજે જ પુરી કરી લો. એ પણ ઘર બેઠા અને એકદમ ફ્રી.

Aadhaar PAN link: એક SMS થી લિંક થઈ જશે આધાર-પાન, 1 મિનિટમાં થઈ જશે કામ

Aadhaar PAN link: સરકાર તો આદેશ કરી જ ચુકી છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ દરેક વ્યક્તિએ ફરજિયાત લિંક કરવાના છે. જો કોઈ વ્યક્તિ આમ ન કરે તો તેને દંડ ફટકારવામાં આવશે. તેવામાં જો તમે જાણકારીના અભાવના કારણે આધાર અને પાન લિંક નથી કર્યું તો આજે જ આ કામ ફટાફટ ઘર બેઠા કરી લો. કારણ કે આધાર અને પાન કાર્ડ લિંક કરવામાં નહીં આવે તો ઘણા કામ અટકી જશે. 

આ પણ વાંચો:

આવકવેરા વિભાગે લોકોની સુવિધા માટે આધાર સાથે પાન લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 કરી છે. ત્યારપછી પણ જો આ બંને દસ્તાવેજ લિંક નહીં હોય તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને બેન્કના વ્યવહારો સહિત ઘણી જગ્યાએ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ ઉપરાંત સમય મર્યાદા પુરી થયા પછી આધાર સાથે પાન કાર્ડ લિંક કરવા માટે 1,000 રૂપિયા પણ ચૂકવવા પડશે. તો પછી રાહ જોયા વિના ફક્ત એક SMS કરીને આ પ્રક્રિયા આજે જ પુરી કરી લો. 
 
જો તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક નથી તો તમારા મોબાઈલ પરથી SMS મોકલીને તમે આ કામ કરી શકો છો.  તેના માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી એક SMS મોકલવાનો રહેશે. જેમાં UIDPAN<space><12 અંકનો આધાર કાર્ડ નંબર><space><10 અંક PAN નંબર> લખી  તેને 567678 અથવા 56161 પર મોકલો. જો કે આ કામ ત્યારે જ થશે જ્યારે તમારું નામ, જન્મતારીખ બંનેમાં એક સરખા હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news