Most Dangerous Guns: આ છે ભારતીય સેનાની 9 સૌથી ખતરનાક ગન, જેનાથી થર-થર કાંપે છે દુશ્મન

ભારતીય સેનાની પાસે આ સમયે અલગ-અલગ પ્રકારની રાઈફલ્સ છે, જેને ઈઝરાયલથી લઈને રશિયા અને અમેરિકા જેવા દેશોની મદદથી હાંસલ કરવામાં આવી છે. આજના સમયમાં ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ અનેક રાઈફલ્સનું સફળતાપૂર્વક નિર્માણ કરી રહ્યું છે.

Updated By: May 18, 2021, 11:18 AM IST
Most Dangerous Guns: આ છે ભારતીય સેનાની 9 સૌથી ખતરનાક ગન, જેનાથી થર-થર કાંપે છે દુશ્મન

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય સેનાને દુનિયાની સૌથી ટોપ પાંચ શક્તિશાળી સેનાઓમાં ગણવામાં આવે છે. અમેરિકા અને ચીન પછી પછી ઈન્ડિયન આર્મીનો નંબર આવે છે. ભારતીય સેના આમ તો અનેક પ્રકારના હથિયારોથી સજ્જ છે. તમામ પ્રકારના હથિયારોની વચ્ચે સેનાની તાકાત છે તેની પાસે રહેલી બંદૂકો. આજે અમે તમને સેનાની તે 10 બંદૂકો વિશે જણાવીશું, જેને સૌથી ખતરનાક માનવામાં આવે છે.

1. ઈન્સાસ રાઈફલ:
ઈન્સાસ તે રાઈફલ છે જેનો પ્રયોગ સેનાની સાથે સાથે બીજા સશસ્ત્ર દળ પણ કરે છે. આ રાઈફલને એકે-47ની જેમ બનાવવામાં આવી છે. INSAS એટલે ઈન્ડિયન સ્મોલ આર્મ સિસ્ટમ અને તેને ભારતમાં બનાવવામાં આવી છે. આ રાઈફલનું ઉત્પાદન સન 1994માં પહેલીવાર થયું હતું. તેની પહેલી ઝલક 1998માં ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળી અને સન 1999 કારગિલ વોરમાં તેનો સૌથી વધારે ઉપયોગ થયો. આ રાઈફલને ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડની તિરુચિરાપલ્લિ સ્થિત ફેક્ટરી અને કાનપુરની સ્મોલ આર્મ્સ ફેક્ટરી, ઈશપુરના હથિયાર ડેપોમાં તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2019માં તેને સર્વિસમાંથી દૂર કરવામાં આવી હતી. પરંતુ આજે પણ તેને એક સ્ટાન્ડર્ડ ઈન્ફેન્ટ્રી હથિયાર માનવામાં આવે છે. 4.15 કિલોગ્રામ અને 37.8 ઈંચની લંબાઈવાળી આ રાઈફલના અનેક વર્ઝન સેનાઓ માટે હાજર છે.

2. પિસ્ટલ ઓટો 9MM 1A:
આ હથિયારને પણ સેનામાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં કોઈ એન્કાઉન્ટર હોય કે પછી નોર્થ ઈસ્ટમાં કોઈ ઓપરેશન. આ સેનાનું મહત્વનું હથિયાર છે. આ પિસ્ટલ એક સેમી ઓટોમેટિક અને સેલ્ફ લોડિંગ પિસ્ટલ છે. જેમાં 9*19 MMની બુલેટનો ઉપયોગ થાય છે. એકવારમાં આ પિસ્ટલ 13 રાઉન્ડ બુલેટ ફાયર કરી શકે છે.

3. AK-203:
એકે-સિરીઝની આ અત્યાર સુધીની સૌથી આધુનિક અને એડવાન્સ્ડ રાઈફલ છે. AK-47 સૌથી બેસિક મોડલ છે. તેના પછી AK-74, 56, 100 અને 200 સિરીઝ આવી ચૂકી છે. AK-203 રાઈફલને સંપૂર્ણ રીતે લોડ કર્યા પછી તેનું વજન 4 કિલોગ્રામની આજુબાજુ થઈ જશે. AK-203 રાઈફલમાં ઓટોમેટિક અને સેમી-ઓટોમેટિક બંને પ્રકારના વેરિએન્ટ મળી રહે છે. હાઈટેક AK-203 રાઈફલ એક મિનિટમાં 600 ગોળીઓ છોડી શકે છે. આ રાઈફલ 400 મીટર દૂર રહેલા દુશ્મન પર પણ નિશાન સાધી શકે છે. આ રાઈફલને ભારત અને રશિયાએ સાથે મળીને તૈયાર કરી છે. અને ઉત્તર પ્રદેશના અમેઠીમાં તેનું નિર્માણ થઈ રહ્યું છે.

4. વિધ્વંસક એન્ટી મટિરિયલ રાઈફલ (ARM):
વિધ્વંસક એન્ટી મટિરિયલ (ARM) એક સ્વદેશી ગન છે. તેનું નિર્માણ ઓર્ડિનન્સ ફેક્ટરી તિરુચિરાપલ્લીમાં કરવામાં આવે છે. તે 1800 મીટરની રેન્જ સુધી કવર કરે છે. આ રાઈફલનું વજન 25 કિલોગ્રામ અને લંબાઈ 1.7 મીટર છે. તેને અમેરિકાની સેનાના ARM રાઈફલની જેમ બનાવવામાં આવી છે. તેને વર્ષ 2005થી તૈયાર કરવામાં આવી રહી છે.

5. ડ્રેગ્નોવ SVD 59 સ્નાઈપર રાઈફલ (DSR):
આ સ્નાઈપર રાઈફલનો ઉપયોગ પહેલીવાર શીત યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ રાઈફલમાં 7.62*54 MMની બુલેટનો ઉપયોગ કરવામાં આવી છે. તેમાં 10 રાઉન્ડની મેગેઝીન લાગે છે. આ રાઈફલ 800-900 મીટર સુધીના દુશ્મનોને નિશાન બનાવે છે. સેનાનું મોડર્નાઈઝેશન કરવાના ઉદ્દેશ્યથી તેને સેનામાં સામેલ કરવામાં આવી હતી. આ રાઈફલને સોવિયેત સંઘના હથિયાર ડિઝાઈન કરનાર યેવેગ્ને ડ્રાગુનોવે 1950ના દાયકામાં ડિઝાઈન કરી હતી. આ એક ગેસ ઓપરેટેડ શોર્ટ સ્ટ્રોક પિસ્ટન રાઈફલ છે.

6. IMI ગેલિલ 7.62 સ્નાઈપર રાઈફલ:
આ રાઈફલ ઈઝરાયલી કંપની IMI તરફથી બનાવવામાં આવી છે. આ ગનમાં 7.62*51 MM બુલેટનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈફલમાં 20 રાઉન્ડની મેગેઝીન લાગે છે. આ ટેક્ટિલ સપોર્ટ કેટેગરીની રાઈફલ માનવામાં આવે છે. ભારતીય સેના ઉપરાંત 25થી વધારે દેશની સેનાઓ તેનો ઉપયોગ કરી રહી છે. ઈન્ડિયન આર્મીમાં તેનો સૌથી વધારે ઉપયોગ થાય છે.

7. માઉઝર SP 66 સ્નાઈપર રાઈફલ:
માઉઝર એસપી 66 સ્નાઈપર રાઈફલ જર્મનીમાં બનેલી ગન છે. બોલ્ટ-એક્શન સ્નાઈપર રાઈફલ છે. તા એસપી-66નું મોડલ સામાન્ય નાગરિકો દ્વારા ઉપયોગ કરાતી ગનની જેમ છે. આ હંટિગ રાઈફલ સાથે મળતી આવે છે. તે 800 મીટર સુધીનું નિશાન સાધી શકે છે. તેનો ઉપયોગ ભારતીય સેના અને સ્પેશિયલ આર્મ્ડ ફોર્સીસ કરે છે.

8. SAF કાર્બાઈન 2 A 1 સબ મશીન ગન:
આ સાઈલન્સ ગન તરીકે માનવામાં આવે છે. આ ગનના ફાયરિંગ દરમિયાન તેનો અવાજ ઓછો આવે છે. તેના બેરલમાં સાઈલન્સર લાગેલું હોય છે. આ ગનનું નિર્માણ કાનપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં કરવામાં આવે છે. તે વજનમાં એકદમ હળવી હોય છે. એને વિશેષતાઓમાં ઓટોમેટિક ફાયરિંગ સૌથી ઉપર છે. આ રાઈફલ એક મિનિટમાં 150 રાઉન્ડ ફાયરિંગ કરી શકાય છે. આ રાઈફલને મોટાભાગે આતંકી હુમલાઓનો મુકાબલો કરવા માટે કરવામાં આવે છે.

9. NSV હેવી મશીન ગન:
આ રાઈફલને પણ રશિયામાં તૈયાર કરવામાં આવી છે. ભારતમાં આ રાઈફલનું નિર્માણ તિરુચિરાપલ્લીમાં આવેલ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડના કારખાનામાં કરવામાં આવે છે. આ ગનનો ઉપયોગ હેલિકોપ્ટર અને ફાઈટર જેટને ધ્વસ્ત કરવા માટે એન્ટી-એરક્રાફ્ટ ગન તરીકે થાય છે.  તેમાં 12.7* 108 MM બુલેટનો ઉપયોગ થાય છે. તે પોતાના દુશ્મનોને નજીકથી નિશાન બનાવે છે. તેની વિશેષતા એ છે કે આ રાઈફલ જમીનથી 1500 મીટર ઉપર ઉડી રહેલા એરક્રાફ્ટને પણ નિશાન બનાવી શકે છે. આ રાઈફલ 700-800 રાઉન્ડ પ્રતિ મિનિટની સ્પીડે ફાયરિંગ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube