Cyclone Tauktae નો કહેર, મુંબઈના સમુદ્રમાં ફસાયેલા જહાજ 'બાર્જ P305' માંથી 177 લોકોનું રેસ્ક્યૂ, 273 હતા સવાર
તોફાનના કારણે બાર્જ P305 જહાજ સમુદ્રમાં ફસાયેલું હતું જેમાં કુલ 273 લોકો સવાર હતા.
Trending Photos
નવી દિલ્હી: વિનાશકારી વાવાઝોડા તૌકતેના કારણે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તબાહી મચી છે. અલગ અલગ વિસ્તારોમાં તોફાન વચ્ચે ફૂંકાયેલા પવન અને વરસાદે પણ ખુબ કહેર મચાવ્યો. મુંબઈમાં પણ ખુબ નુકસાન થયું છે. સાઈક્લોન દરમિયાન કુલ 4 SOS કોલ આવ્યા હતાં જ્યાં હજુ પણ નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓપરેશન કરી રહ્યા છે. તોફાનના કારણે બાર્જ P305 જહાજ સમુદ્રમાં ફસાયેલું હતું જેમાં કુલ 273 લોકો સવાર હતા.
બાર્જ P305 જહાજમાંથી કુલ 177 લોકોને રેસ્ક્યૂ કરાયા
આ જહાજમાં કુલ 273 લોકો સવાર હતા. જેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ કોલકાતા યુદ્ધ નૌકાઓ સાથે બીજા સપોર્ટ વેસલની મદદ લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 177 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
બાર્જ Gal Constructor માં ફસાયેલા છે 137 લોકો
બાર્જ Gal Constructor પર કુલ 137 લોકો સવાર હતા. ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટોઈંગ વેસલ વોટર લિલિ અને બે સપોર્ટ વેસલ સાથે કોસ્ટગાર્ડની CGS સમ્રાટ પણ પહોંચ્યું છે.
101 લોકોને બચાવવાનું કામ ચાલુ
આઈલ રિગ સાગર ભૂષણ પર કુલ 1010 લોકો ફસાયેલા છે. તેમને બચાવવા માટે આઈએનએસ તલવાર રવાના થયું છે.
બાર્જ SS-3 પર 196 લોકો સવાર
બાર્જ SS-3 પર 196 લોકો સવાર છે. હાલ પિપલાવ પોર્ટની 50 NM દક્ષિણ પૂર્વમાં તે હાજર છે. હવામાન ચોખ્ખુ થતા જ ફસાયેલા લોકોને બચાવવા અને SAR ઓપરેશન માટે નેવીના P 81 નિગરાણી એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે